નડિયાદ મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર માટેની ગેસ આધારિત સગડી નું લોકાર્પણ કરવામાં આવ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ શ્રી સંતરામ મંદિર સંચાલિત મુક્તિધામ ખાતે , અંતિમ સંસ્કાર માં લાકડાનો બચાવ અને પર્યાવરણ ના બચાવ માટે ગેસ આધારિત સગડી હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા, બીજા મૃતદેહ ને અંતિમ સંસ્કાર માટે રાહ ના જોવી પડે, અને લાકડાનો બચાવ થાય તે હેતુ થી બીજી ગેસ આધારિત અંતિમ સંસ્કાર માટેની ગેસ આધારિત સગડી નું લોકાર્પણ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. જેમાં સમાજ સેવાના કાર્યને આગળ ધપાવતા અગ્રણી દાનવીર ઇપકોવાળા દેવાંગભાઈ પટેલ ના સગડી માટે ના આર્થિક સહયોગ અને શ્રી સંતરામ મંદિર ટ્રસ્ટ ના આર્થિક સહયોગથી રૂમ બનાવવામાં આવી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ, દેવુસિંહ ચૌહાણ, સંતરામ મંદિર નડિયાદના પૂ. ગણેશદાસજી મહારાજ, પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, પૂ. સત્ય દાસજી મહારાજ, જય માનવ સેવા પરિવારના મનુભાઈ જોશી તથા સમાજના અગ્રણીઓની હાજરી માં કરવામાં આવ્યું. લોકાર્પણ બાદ મુક્તિધામ ખાતે પૂ. સત્યદાસજી મહારાજના સ્વમુખે સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સરૈયા અને નયનભાઈ બ્રહ્મભટ્ટે કર્યું હતું.