સી.બી પટેલ કોલેજ દ્વારા જીસીએએસ પોર્ટલ ની માહિતી આપવા જાગૃતિ અભિયાન હાથ ધર્યું.
નરેશ ગનવાણી નડિયાદ

માર્ચ-૨૦૨૪માં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રક્રિયા માટે સરકાર દ્વારા જીસીએ એસ નામનું પોર્ટલ તૈયાર કરેલ છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર ના આદેશ મુજબ ધોરણ ૧૨ ની પરીક્ષા આપેલ દરેક વિદ્યાર્થીઓ, જો કોલેજ કક્ષાએ પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો તેમને તારીખ ૧ એપ્રિલ ૨૦૨૪થી આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હતું. આ વિશે દરેક સ્કૂલોમાં જાગૃતતા લાવવા સંદર્ભે આચાર્ય એ કરેલ વિશેષ આયોજન હેઠળ સી.બી પટેલ આર્ટસ કોલેજ સર્વે અધ્યાપકોએ નડિયાદ તથા ખેડા વિસ્તારની દરેક સ્કૂલમાં જઇ કોલેજનો પરિચય આપી આ વર્ષે જ શરુ થયેલ ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે બાબતની સૂક્ષ્મ માહિતી આપી સરકાર નિર્ધારિત ઓન લાઇન રજીસ્ટ્રેશન જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. આ જાગૃતિ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ ૧૨ ની પરીક્ષા આપેલ દરેક સ્ટ્રીમ ના વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાએ પ્રવેશમાં વંચિત ન રહી જાય અને જીસીએ એસ પોર્ટલમાં પોતાની માહિતી અપલોડ કરીને ઓનલાઈન પ્રવેશની કાર્યવાહીમાં ભાગ લઈ શકે. આ પોર્ટલ બાબતે માહિતગાર કરવા માટે કોલેજના આચાર્ય પ્રો.ડો મહેન્દ્રકુમાર દવેના માર્ગદર્શન હેઠળ સી.બી પટેલ આર્ટસ કોલેજ નડિયાદના બધા જ અધ્યાપકોએ નડિયાદ શહેર કે નડિયાદ શહેરની આસપાસની વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. અને આ તમામ શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની મુલાકાત કરીને સરકારની પોર્ટલ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રથમ વખત જ આ રીતે અધ્યાપકોએ સ્કૂલમાં જઈ સ્કૂલોનો પરિચય કેળવી કોલેજના ઓનલાઈન રજીસ્ટ્રેશન બાબતે આપેલ માહિતી થી સ્કૂલના આચાર્ય તથા સર્વે શિક્ષકો ખૂબ જ આવકારની લાગણી અનુભવતા હતા.
