ગીતા મંદિરમા બહેનો દ્વારા ભગવત ગીતાના શ્લોકો અને ૧૮ અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ગીતામંદિરનો ૫૭ મો પાટોત્સવની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી પાટોત્સવ નિમિત્તે ગીતામંદિરમાં નુતન ધજા નું પૂજન કરી શિખર પર ધ્વજા રોહન કરવામાં આવ્યું નૂતન ધજા નું પૂજન મંદિરના પ્રજ્ઞેશભાઈ પંડ્યા ના હસ્તે કરવામાં આવ્યુંત્યારબાદ ગીતા માતાજીનું સોડષઉપચાર પૂજન કરી મહા આરતી કરવામાં આવી ત્યારબાદ ગીતામંડળની બહેનો દ્વારા ગીતા માતાજીના ભગવત ગીતાના ૭૦૦ શ્લોકો અને ૧૮ અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું. ત્યારબાદ હનુમાન જન્મોત્સવ હોવાથી ૧૦૮ હનુમાન ચાલીસા કરવામાં આવી આજ દિવસે ગીતામંદિરમાં પૂજ્ય જલારામ બાપાનો પ્રતિષ્ઠા દિન હોવાથી જલારામ બાપાને બૂદિ ગાંઠિયાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો મંદિર તરફથી ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં મંદિરના ટ્રસ્ટી જશુબેન ભાવસાર મંત્રી ગીતાબેન ભગત તેમજ ગીતા યોગીની ભજન મંડળ ની બેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંદિરના ડોક્ટર પ્રજ્ઞેશકુમાર પંડ્યાએ કરેલ
