ખેડા નજીક ગોરખપુર – ઉત્તરપ્રદેશ જતી ગેસની લાઈન પાસે મોકડ્રીલ આયોજન કરાયું
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા મહેમદાવાદ રોડ પરથી પસાર થતી કંડલા ગુજરાતથી ગોરખપુર – ઉત્તરપ્રદેશ જતી ગેસની લાઈન પાસે મોકડ્રીલ આયોજન કરાયું હતું. આ લાઇન સૌથી મોટી ગેસ લાઇન હોવાનું અધિકારીઓ જણાવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય ઉદેશ્ય આકસ્મિક સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્ર સાથે સંકલન સહિતની બાબતને લઈને કરાયું હતું. આ મોકડ્રીલમાં અતિ આધુનિક ગેજેટના ઉપયોગ તથા ફાયર રેસ્ક્યું માટે અતિ આધુનિક પદ્ધતિનું પ્રદૂષણ કર્યું હતું. આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો અને મહેમાનોને રેસક્યુ માટેનો ડેમો બતાવી, આવી દુર્ઘટનાથી કેવી રીતે સુરક્ષિત રહેવું તે માટે જાગૃત કર્યા હતા. મોકડ્રીલમાં આગ અને લીકેજનો પ્રશ્ન લેવામાં આવ્યો હતો. આગ મોટી હતી અને અગ્નિશામક દળ દ્વારા કાબુ મેળવી શકાયો નહીં, તેથી ફાયર ટેન્ડર મંગાવાયું હતું. જેણે એએફએફએફનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક આગને કાબુમાં લીધી હતી. ઘટનામાં એક વ્યક્તિને ઈજા થતાં પ્રાથમિક સારવાર ટીમે તેને સારવાર આપી અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયો હતો. આ મોકડ્રીલમાં ખેડા અને ઓએનજીસી નવાગામ ફાયર બ્રિગેડના વાહનો સ્થાનિક એમ્બ્યુલન્સ ખેડા પીએસઆઇ મહેરીયા, આઈએચબી અધિકારીઓની હાજરીમાં યોજાયું હતું.