ઝાલોદ તાલુકામાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો : બાળકો વૃદ્ધો ઘરની બહાર ન નીકળે તે હિતાવહ.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકામાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો : બાળકો વૃદ્ધો ઘરની બહાર ન નીકળે તે હિતાવહ

ઝાલોદ તાલુકામાં ઉનાળા એ ધીરે ધીરે ગરમીની પકડ વધુ મજબૂત કરી છે આજે તાલુકાનું તાપમાન 42 ડીગ્રી જેટલું ઉંચું જોવા મળ્યું હતું. ઉનાળા એ પોતાનો અસલ મિજાજ બતાવતા ગરમીમાં નગરજનો શેકાઈ રહેલ છે. આકાશ માથી અગન ગોળા વરસાવતી ગરમીના લીધે નગરજનો તોબા પોકારી ગયેલ છે. ગરમીએ પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરતા બીમાર ,વૃદ્ધ તેમજ નાના બાળકો ઘરની બહાર ન નીકળે તે હિતાવહ છે. આગ દઝાડતી ગરમીને લઈ સવારના 10 વાગ્યા થી જ ગરમીનો અહેસાસ થવા લાગે છે.
હવામાનમાં થતા બદલાવને લઈ નગરજનોની જીવન શૈલી બદલાઇ રહેલ જોવા મળે છે તેમજ ગરમીના વધતા પ્રકોપના લીધે નગરના રોડ રસ્તા બપોરના સમયે સૂમસાન જોવા મળે છે. વધતી ગરમીના લઈ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોનુ જીવન જીવવું અઘરું બનતું જોવા મળે છે. ગરમીના મહત્તમ તાપમાનને લઈ નગરજનોએ અમુક ચોક્કસ તકેદારી જાળવવી જોઈએ, જેમકે ઘરની બહાર નીકળતા તાપમાન જાળવી શકે તેવી બોટલમા પીવાનું પાણી સાથે રાખવું, બને એટલું ઘરના પ્રવાહી પીણાંનો ઉપયોગ વધુ કરવો લીંબુનું શરબત, છાંસ વગેરે, વાસી ખોરાક અને તીખું ખાવાનું ટાળવું, તડકામાં વધુ ન ફરવું, ઠંડા વિસ્તારમાં આરામ કરવું તેમજ ગુજરાત સરકારની ગરમીને લઈ અપાનાર ગાઇડ લાઇનનુ પાલન કરવું જોઈએ. ગરમી થી બચવા તેમજ લૂ લાગવાના લક્ષણો થી બચવા પાણી વધુમાં વધુ પીવું જોઈએ. ગરમીમા થોડીક સાવચેતી અને સતર્કતા થી સ્વાસ્થ્ય સાચવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!