એલસીબી પોલીસે વસોથી ૨.૫૯ લાખના સાથે એક ઈસમને ઝડપી પાડયો
નરેશ ગનવાણી નડિયાદ

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વસોમાંથી રૂપિયા ૨.૫૯ લાખના વિદેશી દારૂ સાથે ખેડાના બુટલેગરને ઝડપી લીધો છે. જેની પુછપરછમાં રાજસ્થાનના બે બુટલેગર સપ્લાયર્સના નામ ખુલ્યા છે. પોલીસે આ ગુનામાં કુલ ૩ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે વસોમાં રેલવે સ્ટેશન નજીક મકાનમાં મોડી રાત્રે રેડ પાડી હતી. પોલીસને જોઇને ભાગવા જતો બુટલેગર સલીમ ગુલામરસુલ વ્હોરા રહે.ખેડા જેને પોલીસે ઝડપી પાડયો હતો. તેની પાસેથી રહેણાંક મકાનના ખુલ્લી જગ્યામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની ગણતરી કરતા નાની મોટી કુલ બોટલ નંગ ૧૫૫૧ કિંમત રૂપિયા ૨ લાખ ૫૯ હજાર ૯૦૦ તેમજ પકડાયેલા આરોપી પાસેથી રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૨ લાખ ૬૫ હજાર ૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ દારૂનો જથ્થો ક્યાથી લાવવામાં આવ્યો તે દિશામાં પુછપરછ કરતા રાજસ્થાનના બે બુટલેગરોના નામ ખુલ્યા છે. જેમાં રામકીશન ઉર્ફે આર.કે અને ભવરલાલ બિશનોઈનો સમાવેશ થાય છે. પોલીસે આ બનાવમાં કુલ ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
