લીમડી મુકામે દાહોદ રોડ પર ભેંસો ચરાવવા ગયેલ ઈસમને બુલેટ પર આવેલ બે અજાણ્યા શખ્સો લુંટ કરી નાસી છુટયા.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
લીમડી મુકામે દાહોદ રોડ પર ભેંસો ચરાવવા ગયેલ ઈસમને બુલેટ પર આવેલ બે અજાણ્યા શખ્સો લુંટ કરી નાસી છુટયા
62500 રૂપિયાની સોનાચાંદીની રકમની લુંટની ઘટના સર્જાઈ
લીમડી મુકામે કારઠ રોડ પર રહેતા ખેતી અને પશુપાલનનો ઘંઘો કરતા પ્રેમચંદ મોતીભાઈ માળી જેમની ઉમર આસરે 72 વર્ષની છે તેઓ દાહોદ રોડ પર આવેલ ટ્રેક્ટરના શો રુમની અંદરના રસ્તે આશીષ માળીના કમ્પાઉન્ડની પાછળ સવારે 8 વાગ્યાના અરસામાં ભેંસો ચરાવી રહેલ હતા. ત્યારે સવારે 10 વાગ્યાના અરસામા બુલેટ પર બે અજાણ્યા વ્યક્તિ જેમની ઉમર અંદાજીત 30 થી 35 વર્ષ હસે તેઓ પાછળથી આવી પકડી પાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ડરાવી ઘમકાવી ચાંદીનો કંદોરો 500 ગ્રામ જેની અંદાજિત કિંમત 30000 , કાનમાં પહેરેલ સોનાની મરકી 5 ગ્રામ જેની કિંમત આશરે 20000 , ચાંદીનું ભોંયરુ 200 ગ્રામ જેની આસરે કિંમત 12000 , મોબાઈલ 500 થઈ કુલ 62500 રૂપિયાના સોનાચાંદીની રકમની લુંટ કરી અજાણ્યા યુવકો બુલેટ લઈ નાસી છુટેલ હતા. પોલીસ સ્ટેશનમા આ અંગે ગુનો નોંધાતા તેઓએ અજાણ્યા બુલેટ સવારો પર કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.