ઝાલોદ આંગણવાડી વર્કરો તેમજ બહેનો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ પોષણ સુધા યોજના વિશે માહિતી આપવામાં આવી.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ઝાલોદ આંગણવાડી વર્કરો તેમજ બહેનો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈ પોષણ સુધા યોજના વિશે માહિતી આપવામાં આવી

   તારીખ:-૧૮/૦૭/૨૦૨૪ના રોજ ઝાલોદ તાલુકાના કદવાલ સેજાના કદવાલ ખેડા ૪ , નીમે વરોડ , બાજરવાડા ,આંગણવાડી કેન્દ્ર ખાતે આઈ.ઈ.સી. કાર્યક્રમમાં ગામના સરપંચ , સિડીપીઓ  અને શાળાના આચાર્ય  કાર્યક્રમમાં હાજર રહ્યા. જેમાં સીડીપીઓ  દ્વારા ગામના પોષણ સુધા યોજનાના સગર્ભા માતાઓ,ધાત્રી માતાઓ, કિશોરીઓ,ભાઈઓ તથા બહેનો તેમજ સાસુ અને પતિ ને THR ના લાભ તથા પોષણ સુધા યોજનાના લાભ તેમજ Icds ની અન્ય યોજના ઓ અંગે જાણકારી આપવા માં આવી. અને તેઓ THR ઘરે જાતે બનાવીને ખાય તેમજ thr માંથી બનતી વાનગી,અને પોષણ સુધામાં આપવામાં આવતું મેનુ વિશે અને આહારમાં તેનો ઉપયોગ કરવાથી થતા ફાયદા અને આહારમાં સરગવાના પાનનો ઉપયોગ અને તેનું મહત્વ,બાળકને જન્મ આપ્યા પછી માતા સંપૂર્ણ આહાર લે તે અંગે સમજ આપવામાં આવી.સરપંચ  દ્વારા પણ પોષ્ટિક આહાર નિયમિતપણે લેવા માટેની સલાહ સાથે વ્યસનથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું. શાળા આચાર્ય  દ્વારા પણ માતાની સ્વાસ્થ્યની અસર બાળક પર પડે છે તેથી બાળકની માતા સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે ખોરાક મહત્વનો ભાગ ભજવે છે તેમ સમજાવવામાં આવ્યું.

જુદા જુદા ગામોમાં જાગૃતતા માટે અઠવાડિયામાં એક દિવસ સગર્ભા ધાત્રી માતા કિશોરીઓ ગામની અન્ય માતાઓ સાસુઓ તેઓના પતિ વગેરેને આહારમાં ટી એચ આર નો ઉપયોગ કરવા માટે તેમજ આંગણવાડી માંથી વિવિધ યોજનાઓના લાભ વિશે જાગૃતતા માટે તેમજ માંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન કરી માતાઓ તેમજ ગામના લોકોને સમજાવવા માટે તેમજ કુપોષણને ઘટાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: