જિલ્લા આરોગ્ય વિભાગ ખેડા-નડિયાદ દ્વારા રોગચાળા સંદર્ભે કામગીરી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ

જિલ્લા આરોગ્ય વિભાગ ખેડા નડિયાદ દ્વારા ચોમાસાની સિઝન દરમિયાન રોગચાળા સંદર્ભે કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં, કપડવંજના ઉકરડીના મુવાડા અને જલોયા ગામમાં આરોગ્ય ટીમો દ્વારા સઘન સર્વેલન્સ, એબેટની કામગીરી, દવા છંટકાવ, અને ઓઇલ બોલની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ ચાંદીપુરા વાયરસના સંદર્ભમાં મહુધાના અલીણા, મહેમદાવાદના પાથાવત સહિત જિલ્લાના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વેલન્સ દ્વારા શોધખોળ, રેફરલ સેવા, સેન્ડ ફ્લાય ઉત્પત્તિ અટકાયત માટે જૂના માટીના મકાનો તેમજ પ્લાસ્ટર વગરના દિવાલોની તિરાડો માટીના લીપણ પુરવાની કામગીરી, જંતુનાશક પાવડર છંટકાવ, ઢોર કોઠારની ફક્ત ધાર પર જંતુનાશક પાવડર છંટકાવ, ઓઆરએસ વિતરણ, ક્લોરીનેશન સહિતની રોગ અટકાયતી પગલાની કામગીરી કરવામાં આવી છે.
