ફતેપુરા નગરના સ્થાનિક તળાવની સરકારી જમીન ઉપર જિલ્લા કલેકટરે સ્થળ તપાસ કરતા ભુમાફીયા ઓમાં ફફડાટફ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા નગરના સ્થાનિક તળાવની સરકારી જમીન ઉપર જિલ્લા કલેકટરે સ્થળ તપાસ કરતા ભુમાફીયા ઓમાં ફફડાટફ
તેપુરા તાલુકા પંચાયત ખાતે એજન્ટો કામ કરે છે તેવા આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી ફતેપુરા ગ્રામ પંચાયતમાં આવેલ સરકારી તળાવની જમીન ઉપર ભૂમાફીયા ઓના ડોળાઓ ફરી રહ્યા છે.ત્યારે સરકારની કરોડોની જમીન પચાવી પાડવાનું કાવતરું ચાલી રહ્યું છે. તેને લઈને વારંવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ સત્તાધિશો અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી.સ્થાનિક આગેવાનો દ્વારા કલેક્ટરમાં રાવ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર આજે ફતેપુરાની તળાવની સરકારી જમીન ઉપર સ્થળ તપાસ માટે આવી પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ફતેપુરા ગ્રામ પંચાયતના ગામ તળમાં આવેલ કબ્રસ્તાનની સામેની બાજુ તળાવના ટાંકાની પાસે વર્ષો જૂનું ગામનું તળાવ આવેલું છે.આ તળાવ અંદાજે પાંચેક એકર જમીનમાં પથરાયેલું હતું.પરંતુ વખત તે વખતે આ તળાવમાં ભુમાફીયાઓ દ્વારા દબાણ કરતા કરતા અંદાજે એક થી બે એકર જેટલીજ તળાવની જમીન બચી છે. તેને ધ્યાનમાં રાખીને ફતેપુરાના જાગૃત નાગરિકો દ્વારા વારંવાર તળાવનુ દબાણ દૂર કરવા માટે સ્થાનિક કક્ષાએથી લઈ જિલ્લા સુધી રજૂઆત કરવામાં આવી હતી.સ્થાનિક કક્ષાએથી તળાવની માપણી કરતા તળાવ ઉપર નીચે આધુ પાછું કરીતળાવને સ્થળ ઉપર બતાવી દેવામાં આવતું હતું.તળાવ ક્યારેક પોતાની જગ્યા બદલી દે છે તો ક્યારેક પોતાની સ્થિતિમાં હોય એના કરતાં ઓછું બતાવવામાં આવે છે.સેગ્રીકેશન સેડ તોડી ભુમાફિયાઓ દ્વારા સરકારી જમીન ઉપર કબજો મેળવવા માટેનું કારસ્તાન રચવામાં આવ્યું હતું.તેની જાણ ફતેપુરા ગ્રામ પંચાયતને થતા ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ તલાટી કમ-મંત્રી દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી.સ્થાનિક આગેવાનોએ દાહોદ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આજે દાહોદ જિલ્લા કલેકટર તેમજ સ્થાનિક વહીવટી તંત્ર સાથે ફતેપુરા ખાતે આવેલ તળાવની જમીન ઉપર સ્થળ નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા.સ્થળ ઉપર તપાસ કરીને જિલ્લા કલેકટરે તાત્કાલિક ધોરણે માપણી કરાવી તળાવની સરકારની જમીન ખુલ્લી કરવા માટે આદેશ કર્યો હતો. અને સાથે તળાવને ખુલ્લું કરીને બ્યુટીફિકેશન કરવા માટેની તૈયારી કરવા માટે સ્થાનિક વહીવટી તંત્રને જણાવ્યું હતું.તળાવની સરકારી જમીન ઉપર જે કોઈપણ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોય તો દબાણને તાત્કાલિક દૂર કરી દબાણ કર્તાં ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ ફતેપુરા નગરના કેટલાય દબાણો છે કે જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર કાચું પાકું બાંધકામ કરીને પોતાનો હકક દાવો કરી લીધો છે.તો આ આવા સરકારી જમીન ઉપર કાચું પાકું બાંધકામ કરનાર ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું.ફતેપુરા નગરના રમેશભાઈ માંગીલાલ પટેલે પણ ફતેપુરા ગામનો વર્ષો જુનો વહળો ફતેપુરાના ઘુઘસ રોડથી લઈને પાટવેલ રસ્તા સુધી 28 ફૂટ પોહળો વેહળો હતો.આજે સ્થળ પર ફક્ત પાંચ ફૂટ જોવાતા કલેક્ટરશ્રીને વહેળા પરનું દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. વહેળા પર પણ મોટા ભાગના લોકો એ બાંધકામ કરી દેતાં વહેળો બંધ થતાં વેહળાનુ ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે.તો તાત્કાલિ વહેળાનુ દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી હતી. ફતેપુરા નગરના રીતેશભાઈ કલાલ દ્વારા પણ બાલાજી સોસાયટીમાં મોટાભાગે કોમન પ્લોટો ઉપર બારોબાર બાંધકામ કરી દેવામાં આવ્યા હોવા બાબતે રજૂઆત કરી હતી.સોસાયટી દ્વારા મંજૂર કરવામાં આવેલા દુકાનો, પ્લોટો સિવાયના વધારાની જમીન તેમજ કોમન પાર્ટી પ્લોટની જમીન ઉપર બાંધકામ કરીને હક દાવો કર્યો છે. આવા ભુમાફિયા ઉપર પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માટે કલેકટરને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.ફતેપુરા નગરના દેસાઈ પરિવારની જુના સર્વે નંબર ૧૩૫/અ અને નવા સર્વે નંબર ૩૩૨ ની ૬૦ ગુંઠા જમીન સ્થળ પર જોવા મળતી નથી તો આ જમીન ક્યાં ગઈ?કોને લીધી?કોની પાસે છે?તેનો કોઈ અત્તોપત્તો મળતો નથી. જમીન માટે જમીન માપણી માંગતા સર્વેયર જમીન અલગ સ્થળ પર બતાવતા અનેક તર્કવિતર્કો જન્મી રહ્યા છે.ત્યારે પીડીત વ્યક્તિએ કલેક્ટરને રજૂઆત કરી જમીન મેળવવા માટે આજીજી કરી હતી. ફતેપુરા તાલુકામાં આટલા મોટા પાયે ભુમાફીયાઓ દ્વારા સરકારી જમીન ઉપર આડેધડ રીતે બાંધકામ કરીને સરકારી જમીનને પોતાની કરી લેવા માટે અનેક કાવતરા ચાલી રહ્યા છે.ત્યારે જિલ્લા કલેકટરે આ ધ્યાનમાં રાખીને સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ફરમાન કર્યું છે.

