નડિયાદ પોલીસ સ્ટેશન ખાતે અરજદારોને તેઓનો મુદ્દા માલ પરત મળે તે હેતુથી કાર્યક્રમ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ” તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં  અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી નડીયાદ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇએ નડીયાદ ડીવીજનમાં “તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજેલ જેમાં નડીયાદ ડીવીજનમાંથી અરજદારોને આપવાનો થતો તેઓનો મુદ્દામાલ પરત આપવા સબંધીત ડીવીજનની કોર્ટમાંથી જરૂરી હુકમો મેળવી  કાર્યક્રમ યોજેલ જેમાં નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.  એમ.બી.ભરવાડ તથા નડીયાદ પશ્ચિમ પો.સ્ટેશનના પો.ઇન્સ પી.એસ.બરંડા તથા નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનના જે.વી.વાઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક ની કચેરીના પો.સ.ઈ. ડી.બી.રાઠોડની હાજરીમાં નડીયાદ ડીવીજનના પોલીસ સ્ટેશનના અરજદારોને  ગુનાના કામે જે તે કુલ ૧૪ અરજદારો ને કુલ રૂ. ૧૩ લાખ ૮૫ હજાર ૪૯૯ ની મિલ્કત તેઓને પરત આપવામાં આવી. આમ, નડીયાદ ટાઉન પો.સ્ટેશનમાં “ તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અરજદારોને આપવાની થતી મિલ્કતો બાબતે અંગત રસ દાખવી કોર્ટમાંથી હુકમો મેળવી અરજદારોને તેઓની મિલ્કત પરત સોપી “ તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમને સફળ બનાવી નડીયાદ ડીવીજન પોલીસ હર્ષની લાગણી અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!