સુખસર આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્રારા સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
સુખસર આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્રારા સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ કેમ્પ યોજાયો*
તા.15 જુલાઇ થી 28 જુલાઇ હિપેટાઇટિસ દિવસની ઊજવણી કરવાની હોય છે.જે અંતર્ગત આજ રોજ તા.27-07-2024 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અને એચ.આઇ.વી અઘિકારી ડૉ.આર.ડી.પહાડીયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુરેશ.વી.અમલિયારના માર્ગદર્શન હેઠળ સુખસર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે HIV /AIDS,હીપેટાઈટીસ બી,TB ,ચાંદીપુરમ, સિકલસેલ, સિફિલીસ જેવા રોગો વિશે IEC(પ્રચાર પ્રસાર)કરવામા આવી..અને લોકોને પત્રિકા,પોસ્ટર ના માધ્યમ થી સમજ આપવામા આવી. ત્યાર બાદ સુખસર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે હેલ્થ કેમ્પ મા ટેસ્ટિંગ કરવામા આવ્યું.જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આફવા ના ડૉ. ધર્મેશ પવાર, ડૉ.જગદીશ સોલંકી,CHC ના ડૉ.વિશાંત પટેલ ICTC કાઉન્સેલર નયનાબેન દરજી તથા લેબટેક. કૌશિકભાઇ સોલંકી,HIV ટેસ્ટિંગ મોબાઇલવાન માથી તુષારભાઇ અને LWS લિંક વર્કર TB માંથી STLS હિતેન્દ્ર ભાઈ તેમજ આફવા PHC /CHC નો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.આ કૅમ્પ માં કુલ135 લાભાર્થીઓ નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

