સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં હાહાકાર મચાવનાર બે ચોર નડિયાદથી ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા નડિયાદ એલસીબી પોલીસે બાતમીના આધારે બંને ચોરને નડિયાદ બસ સ્ટેશનથી ઝડપી પાડયા હતા. જેમાં એક વિરુદ્ધ ત્રણ ચોરીના જ્યારે બીજા વિરુદ્ધ આઠ ચોરીના ગુના નોંધાયેલ છે.

ખેડા નડિયાદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે પાટણ પોલીસ મથકમાં ૨૦૨૪માં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતો ફરતો સાજન તમાચીભાઈ ભટી (ડફેર) તથા રહીમ ઉર્ફે ડીયો રમજાનભાઈ ભટી (ડફેર) (બંને રહે. આંતરનેશ, સિંધીવાસ,

રાણીસર, જિ.પાટણ) બંને નડિયાદ બસ સ્ટેશન નજીક આવનાર છે. જે બાતમી આધારે ખેડા એલસીબી પી.આઈ. કેવલ વેકરીયાની ટીમે બસ સ્ટેશન બહાર આવતા બંનેને ઝડપી પાડયા હતા. બંનેની પૂછતાછ કરતાં સાજન ડફેર વિરુદ્ધ પાટણ પોલીસ મથકમાં ૨૦૨૪માં, સુરેન્દ્રનગર ઝીંઝુવાડા પોલીસ મથકમાં ૨૦૨૪માં અને બનાસકાંઠા થરા પોલીસ સ્ટેશનમાં ૨૦૨૪માં ચોરીના
ગુનાઓ નોંધાવા પામ્યા છે. જ્યારે રહીમ ઉર્ફે ડીયો ડફેર વિરુદ્ધ પાટણ તાલુકા, કાકોશી અને સમી પોલીસમથકમાં ૦૬ ચોરીના ગુના, સુરેન્દ્રનગર ઝીંઝુવાડામાં એક, બનાસકાંઠામાં એક ગુના નોંધાવા પામ્યા છે. ઉપરાંત સાજન વિરુદ્ધ પાટણના રાધનપુર પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબનો પણ ગુનો દાખલ થયેલ છે. પોલીસે બંનેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: