ફોર વ્હીલરે બાઈકને ટકકર મારતાં યુવાનનું  સારવાર દરમિયાન મોત નિપજયું

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના હેલીપેડ નજીક એક ફોર વ્હીલરે બાઈકને ટકકર મારતાં આણંદના વણસોલના યુવાનનું ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન મોત નિપજયું છે. આણંદના વણસોલ તાબે હેમરાજપુરામાં રહેતા મહેશભાઈ જુવાનસિંહના પિતરાઈ ભાઈ કિરીટભાઈ ખાતરભાઈ ચૌહાણ
ભત્રીજા અંકિત સાથે બાઈક લઈને તેમની સાસરી ઉંદરેલ, તા.દસક્રોઈ જવા નીકળ્યા હતા. દરમિયાન નડિયાદ હેલીપેડ ચોકડી પાર્થ પાર્ટી પ્લોટ પાસે એક ફોર વ્હીલરે તેમની બાઈકને ટકકર મારી હતી, બાદ ફોર વ્હીલર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં કિરીટભાઈને માથાના ભાગે, હાથે પગે ગંભીર ઈજાઓ જ્યારે અંકિતને પણ પગે ઈજા પહોંચી હતી. સ્થાનિકો દ્વારા તુરત જ ૧૦૮ને કોલ કરી બંને ઈજાગ્રસ્તોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અન્યત્ર ખસેડાયા હતા. દરમિયાન સાંજના સુમારે વેન્ટિલેટર પર રહેલ કિરીટભાઈનું મોત નિપજયું હતું. આ મામલે મહેશભાઈની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: