ઝાલોદ ખાતે ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિરે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ ખાતે ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિરે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી
તારીખ 11-12-2024 બુધવારના રોજ ઝાલોદ સંસ્થા ખાતે ભીલ સેવા મંડળ સંચાલિત મહિલા અધ્યાપન મંદિરે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગીતા જયંતિ નિમિતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમા ઉત્સાહ પૂર્વક દરેક વિધાર્થીઓએ ભાગ લીધો હતો. સહુ પ્રથમ મહિલા અધ્યાપન મંદિરના આચાર્ય દ્વારા દિપ પ્રજ્વલિત કરી પૂજા અર્ચન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સહુ પ્રથમ બાળકોને ગીતાનું મહત્વ સમજાવતા હિન્દુ ધર્મની પવિત્ર ગીતાનું પૂજન ઉપસ્થિત સહુ આચાર્યગણ તેમજ બાળકોએ કર્યું હતું ત્યારબાદ પવિત્ર ગીતા શું છે અને જીવનમાં તેનું શું મહત્વ છે તેના વિશે દરેક બાળકોને સમજ આપવામાં આવી હતી. ગીતા જયંતિના પવિત્ર દિવસે ગીતા પૂજન , ચિત્ર સ્પર્ધા , વક્રૃત્વ સ્પર્ધા , શ્લોક પઠન જેવા પ્રોગ્રામોનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં સંસ્થાના આચાર્ય , સ્ટાફ તેમજ તાલીમાર્થી બહેનો ઉત્સાહભેર ભાગ લઈ પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.