ખેડા જિલ્લા સહકારી સંઘની યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામાં સહકારી માળખામાં મહત્વનું સ્થાન ધરાવતા ખેડા જિલ્લા સહકારી સંઘના સંચાલક મંડળના સભ્યોની તાજેતરમાં ૪ જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી. કુલ ૧૩ બેઠકોમાંથી ૮ બેઠકો બીનહરીફ આવી હતી જ્યારે ૫ બેઠકો નડિયાદ, મહુધા, માતર, કઠલાલ અને કપડવંજ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીની આજે મંગળવારે નડિયાદ આવેલ જિલ્લા સહકારી સંઘમા મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ૫ બેઠક પરથી ૨ બેઠક ભાજપના ફાળે ગઈ છે અને અન્ય ૩ બેઠક અન્યમાં, આ ચૂંટણી પહેલા ભાજપ ૮ બેઠકો બિનહરીફ કરતા કુલ ૧૦ બેઠકો ભાજપ પાસે ગઈ છે, જ્યારે ત્રણ અપક્ષ ઉમેદવારો પાસે ગઈ છે. કઠલાલ બેઠક પર ટાય પડતા ચિઠ્ઠી ઉપાડી નાની બાળકીએ ફેંસલો કર્યો

