ધાનપુરના તત્કાલીન સમયના પીએસઆઇ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં વર્ષ ૨૦૨૩ની સાલમાં તે સમયે ધાનપુર પોલીસ સ્ટેશન મથકમાં ફરજ બજાવતાં પીએસઆઈ, જમાદાર મળી કુલ ત્રણ પોલીસ કર્મચારીઓએ લાકડી વડે માર મારી તેમજ જાતિ અપમાની કરતાં આ મામલે વ્યક્તિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી ત્યારે હાઈકોર્ટ દ્વારા તપાસના આદેશો સાથે ગુનો દાખલ કરવાની સુચના આપતાં આ સંબંધે ધાનપુર પોલીસે જેતે સમયના પીએસઆઈ, જમાદાર મળી કુલ ત્રણ પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરતાં જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
ધાનપુરના કાલીયાવડ ગામે ગઢવાલ ફળિયામાં રહેતાં સબુરભાઈ જાેરસીંગભાઈ રાઠોડને બે વર્ષ પહેલા એટલે કે, તારીખ ૨૮.૦૮.૨૦૨૩ના સમયગાળા દરમ્યાન તે સમયના ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતાં પી.એસ.આઈ. ગોહિલ, બીટ જમાદાર તથા નરેન્દ્રભાઈ દ્વારા સબુરભાઈને ધાનપુર પોલીસ મથકે બોલાવી લાકડીથી માર માર્યાે હતો અને શરીરે ઈજાઓ પહોંચાડી હતી. સાથેજ સબુરભાઈને ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ દ્વારા જાતિ અપમાનિત પણ કરી ધમકીઓ આપવામાં આવી હતી. આ મામલે સબુરભાઈ જાેરસીંગભાઈ રાઠોડે ઉપરોક્ત ચારેય પોલીસ કર્મચારીઓ સોમ કાયદેસરની કાર્યવાહીની માંગણી સાથે કોર્ટમાં અરજી કરી હતી. આ મામલો હાઈકોર્ટમાં પહોંચતાં આખરે સબુરભાઈને ન્યાય મળ્યો હતો અને હાઈકોર્ટના હુકમ અન્વયે અરજીનીતપાસ કરી ગુનો દાખલ કરવાની હાઈકોર્ટ દ્વારા સુચના આપવામાં આવતાં ધાનપુર પોલીસે ગતરોજ આ મામલે જેતે સમયના ધાનપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ, બીટના જમાદાર તથા નરેન્દ્રભાઈ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.