વડતાલ મંદિરના દર્શનાર્થે પધારેલ કથાકાર ભાઇ રમેશભાઇ ઓઝાનું સંતો દ્વારા સ્વાગત કરાયું

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝાનું સન્માન કરતાં પ.પૂ.સદ્. માધવપ્રિયદાસજી સ્વામી (SGVP-છારોડી), પ.પૂ.સદ્.પુરાણી.શા. બાલકૃષ્ણદાસજી સ્વામી (મેમનગર), પ.પૂ.  દેવપ્રકાશદાસજી સ્વામી (ચેરમેનશ્રી, વડતાલ ધામ), પ.પૂ.શા. ડો.સંતવલ્લભદાસજી સ્વામી (મુખ્ય કોઠારી, વડતાલ ધામ), પ.પૂ.સદ્.શા. નૌત્તમપ્રકાશદાસજી સ્વામી (સત્સંગ મહાસભા પ્રમુખ-વડતાલ ધામ) તથા  શ્યામવલ્લભ  સ્વામી: શુકદેવ સ્વામીએ સ્વાગત કર્યું હતું. પૂ.ભાઇ રમેશભાઇ ઓઝાએ મંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણદેવ, રણછોડરાય, ધર્મભક્તિ વાસુદેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીએ પૂ.રમેશભાઇ ઓઝાને પ્રસાદીની પુષ્પમાળા, કંઠી તથા પ્રસાદીની શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પૂ.ભાઇ રમેશભાઇ ઓઝાએ સંતો સાથે મંદિર પરિસરમાં આવેલ પ્રસાદીની વસ્તુઓ, હરિ મંડપ, સભા મંડપ, પૂ.ગોપાળાનંદ સ્વામીના આશ્રમે તથા ગાદીસ્થાન વિગેરે સ્થળોએ દર્શન કરી સંતો સાથે બેઠક મુલાકાત કરી હતી. ત્યારબાદ નૂતન અક્ષર ભુવનનું શિલાપૂજન કર્યું હતું. આ પ્રસંગે હરીઓમ સ્વામી તથા ગોવિંદસ્વામી (મેતપુર) ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: