નડિયાદ હનુમાનજી મંદિરમાં દાદાને રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ

આજ રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા. સવારે ૬:૩૦ કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મલીન્દો જમાડવામાં આવ્યો.
પ્રજાસત્તાકદિનની ઉજવણી પર્વે દાદાને રાષ્ટ્રધ્વજ દાદાના કપડા ઉપર લગાવવામાં આવ્યો તથા દાદાના ગર્ભગૃહને રાષ્ટ્રધ્વજના કલરના અલગ અલગ વસ્તુથી શણગાર કરવામાં આવ્યા. આ મંદિર ૧૪૧ વર્ષ જુનું મંદિર છે. દર શનિવારે અલગ અલગ પ્રકારના દાદાને શણગાર કરવામાં આવે છે.

