સામાજિક આગેવાનોની હાજરીમાં ગ્રામજનો દ્વારા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
સામાજિક આગેવાનોની હાજરીમાં ગ્રામજનો દ્વારા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી.
ઝાલોદ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે ચાલી રહ્યું છે ત્યારે ઝાલોદ તાલુકાની વિભાજીત અંદાજિત 30 જેટલી ગ્રામ પંચાયતમાં હજુ સુધી સર્વેને કામગીરી ચાલુ ના થતાં ઝાલોદ તાલુકાના સામજિક આગેવાનો દ્વારા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે હાલમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ની સર્વેની કામગીરી ચાલી રહે છે પરંતુ ઝાલોદ તાલુકાની કેટલીક પંચાયતોમાં સર્વેની કામગીરી ચાલુ જ નથી કરવામાં આવી. જેમ કે કદવાલની વિભાજિત પંચાયતો, કાળી મહુડીની તેમજ ગામડી જેવી ઘણી પંચાયતોમાં સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી નથી તો આ પંચાયતોને વહેલી તકે સર્વે ચાલુ કરવામાં આવે અને તારીખ પૂર્ણ ને થાય તે પહેલા આ સર્વેની કામગીરી પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

