શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ધ્યાન શિબિર અને પ્રવચનમાળા નું થયેલું ઉદ્ઘાટન
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના ૧૯૪ માં સમાધિ મહોત્સવ અંતર્ગત , ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તે અનુસંધાન ,શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સુખસાગર યોગ ધ્યાન મંદિર “સુયોગમ”દ્વારા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની કૃપાથી તથા વર્તમાન યોગપીઠાધિશ્વર શ્રી રામદાસજી મહારાજની શુભ આશીર્વાદ થી ઓશો ફ્રેગ્રન્સ નાં સંસ્થાપક ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી તથા મા અમૃતપ્રિયાજી શ્રી સંતરામ મહા-આરતી આધારિત “ધ્યાન શિબિર તથા પ્રવચન માળા”નું શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું . આ પ્રસંગે સુયોગમ નડિયાદ તથા યુ.એસ.એ નાં સ્વયંસેવકો દ્વારા ઉપસ્થિત સંત પૂજ્ય હરિદાસજી મહારાજ, પૂ. ગણેશદાસજી મહારાજ, પૂ. ચૈતન્યદાસજી મહારાજ, પૂ. નિર્ગુણદાસજી મહારાજ, પૂ. સત્યદાસજી મહારાજ, પૂ. મોરારીદાસજી મહારાજ, પૂ. સર્વેશ્વરદાસજી મહારાજ, પૂ. ધરમદાસજી મહારાજ, પૂ. રામેશ્વરદાસજી મહારાજ, પૂ. હરેશ્વરદાસજી મહારાજ, પૂ. નિરંજનદાસજી મહારાજ તેમજ નડિયાદ શહેર નાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ મહાનગરપાલિકા ના કમિશનર, સંતરામ ભક્ત દેવાંગભાઈ પટેલ ( ઇપ્કો પરિવાર ) નું પણ સ્વાગત કરવામાં આવ્યું .
ત્યારબાદ પૂજ્ય સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી એ ધ્યાન શિબિર ની ઝલક આપી હતી. પૂજ્ય સ્વામી તથા માતાજી એ શ્રી સંતરામ મહા આરતી આધારિત “ધ્યાન શિબિર તથા પ્રવચનમાલા ” ની શરૂઆત કરી હતી. આ સીબીર ત્રિ દિવસીય સાંજે ૦૪:૧૫ થી ૦૬:૧૫ સુધી શિબિર ચાલશે. સમાધિ ચોક, શ્રી સંતરામ સમાધિ સ્થાન, નડિયાદ શિબિરનું આયોજન ‘સુયોગમ’, શ્રી સંતરામ સમાધિ સ્થાન, નડિયાદ.તથા
સૌજન્ય : ઓશો ફ્રેગ્રન્સ, સોનીપત, હરિયાણા દ્વારા કરવામાં આવ્યું છે.

