ડીડી યુનિવર્સીટી ની ફાર્મસી ફેકલ્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા નો સેમિનાર યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

નડીઆદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ની ફાર્મસી ફૅકલ્ટી દ્વારા યુનિવર્સિટી ના કુલપતિ પદ્મશ્રી ડૉ. એચ. એમ. દેસાઈ ના વડપણ હેઠળ તારીખ ૨૫ ફેબ્રુઆરી ના રોજ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્નમેન્ટ ઓફ ગુજરાત દ્વારા પ્રયોજિત બાયોઈન્ફોર્મેટિક્સ અને કોમ્પ્યુટર એઈડેડ ડ્રગ ડિસ્કવરી વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર માં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઇન્દોર ની મોડર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ કોલેજ ના ફાર્માકોલોજી વિભાગ ના વડા ડો. નિતેશ કુમાર જૈન હાજર રહ્યા હતા. ડો. નિતેશ કુમાર જૈન એ દવાના સંશોધન માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ અને મશીન લર્નિંગ ના ઉપયોગ પર વક્તવ્ય આપ્યું હતું. તદુપરાંત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ના એપ્લાઇડ મટેરીઅલ સાયન્સ વિભાગ ના પ્રોફેસર ડો. પ્રકાશ ઝા એ કમ્પ્યુટર એઈડેડ ડ્રગ ડિસ્કવરી પર પોતાના સંશોધન બતાવ્યાં હતા તો અમદાવાદ ની એલ. એમ. કોલેજ ઓફ ફાર્મસી ના પ્રિન્સિપાલ ડો. મહેશ છાબરિયા એ ડ્રગ ડિસ્કવરી માટે ના ઉપયોગી કોમ્પ્યુટર ટૂલ પર વિગતવાર વક્તવ્ય આપ્યું હતું. આ સેમિનાર માં કુલ ૩૫૦ થી વધુ ડેલિગેટ એ ભાગ લીધો હતો. આ સમગ્ર પ્રોગ્રામ નું સફળ આયોજન ફાર્મસી ફેકલ્ટી ના પ્રાધ્યાપક ડો. વિપુલ પ્રજાપતિ અને ડો. કેરોલ મેકવાન દ્વારા ફેકલ્ટી ના ડીન ડો. તેજલ સોની તેમજ પ્રો. બી. એન. સુહાગિયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

