જે. એન્ડ જે. કોલેજ દ્વારા રોજગાર ભરતી મેળો નું આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

ઘી નડિયાદ એજયુકેશન સોસાયટી સંચાલિત જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ, નડિયાદ ધ્વારા ગુજરાત સરકાર ધ્વારા મેઘાા પ્લેસમેન્ટ ખેડા-મહીસાગર જીલ્લાની કોલેજોનો યોજાયો હતો. જેનું ઉદ્દઘાટન પ્રમુખ ઘી નડિયાદ એજયુકેશન સોસાયટીના ભૂપેન્દ્રભાઈ દેસાઈ, સહમંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ તથા પરસોત્તમભાઈ પટેલ-ખજાનચી તથા કોલેજના આચાર્ય ડો. એ. એમ. પટેલ ધ્વારા દીપ પ્રાગટય કરી પ્લેસમેન્ટ સેલ ખુલ્લો મુકવામાં આવેલ હતો. જેમાં ૨૮ કોલેજોમાંથી ૭૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં. આ પ્લેસમેન્ટમાં ૩૩ થી વધુ ગુજરાતની નામાંકીત કંપની ઉપસ્થિત રહી હતી. અને એક વિદ્યાર્થીને મહત્તમ ચાર કંપનીમાં ઈન્ટરવ્યું પ્રવેશ આપવામાં આવેલ હતો. આમ કંપની દ્વારા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ઈન્ટેન્શન લેટર અપવામાં આવશે. પ્લેસમેન્ટનું સંચાલન કો.ઓર્ડીનેટર ર્ડા. એસ.ડી. પટેલ તથા આચાર્ય ર્ડા. અલ્પેશભાઈ એમ. પટેલ નોડલ ઓફીસર તરીકે સેવા આપી હતી.

