દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ

અનવરખાન પઠાણ / અજય બારીયા

દાહોદ તા.૩૦
દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ કેસો નોંધાવા પામ્યા છે. આ ૧૮ પૈકી ૧૫ દાહોદના હોવાનુ સત્તાવાર મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે ત્યારે આજના ૧૮ મળી દાહોદ જિલ્લામાં હવે કોરોનાનો કુલ આંકડો ૫૪૮ નોંધાવા પામ્યા છે. આજે કોરોનાથી સાજા થયેલા ૯ દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. આ સાથે હવે એક્ટીવ કેસોની સંખ્યા ૩૦૮ પર પહોંચી છે અને કોરોનાથી મૃત્યઆંકની વાત કરીએ તો કોરોનાથી અત્યાર સુધી દાહોદ જિલ્લામાં કુલ ૩૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આજના પોઝીટીવ કેસોમાં (૧) અજીજભાઈ અસગરભાઈ મીલ્લામીઠા (ઉ.વ.૭૦, રહે.ગોદી રોડ,દાહોદ), (૨) સોહીની સુભાષચંદ્ર શેઠ (ઉ.વ.૭૦, હરીરાય સોસાયટી,દાહોદ), (૩) અભીષેક સંજયભાઈ સોની (ઉ.વ.૧૫,લીમડી,ઝાલોદ), (૪) મુનીરાબેન જૈનબભાઈ કંજેટાવાલા (ઉ.વ.૬૧,રહે.ગોદી રોડ,દાહોદ), (૫) સાધનાબેન વિપુલકુમાર શાહ (ઉ.વ,૫૨,દાહોદ), (૬) વિપુલકુમાર કેશવલાલ શાહ (ઉ.વ.૫૮,ભાગ્યોદય સોસાયટી,દાહોદ), (૭) સુગરાબેન મોઈજભાઈ ઉજ્જૈનવાલા (ઉ.વ.૭૦,સાગવાડા,રાજસ્થાન), (૮) ભરતકુમાર રણછોડલાલ પંચાલ (ઉ.વ.૫૭,ગોવિંદનગર,દાહોદ), (૯) સાબેરાબેન જૈનુદ્દીનભાઈ પેથાપુરવાલા (ઉ.વ.૬૦, દેસાઈવાડા,દાહોદ), (૧૦) દિલીપભાઈ જમનાભાઈ દેસાઈ (ઉ.વ.૭૦,દેસાઈવાડા,દાહોદ), (૧૧) રાયસા નજીમભાઈ મોગલ (ઉ.વ.૩૧, વણઝારવાડ,દાહોદ), (૧૨) ………… (૧૩) તૃષારકુમાર પ્રફુલ્લભાઈ ચૌહાણ (ઉ.વ.૩૧,જેસાવાડા,ગરબાડા,દાહોદ), (૧૪) ઉર્જા આકાશભાઈ સોની, (ઉ.વ.૨૪, દૌલતગંજ બજાર,દાહોદ), (૧૫) મહોમંદ કાઈદજાેહર નગદી (ઉ.વ.૨૬, સુજાઈબાગ,દાહોદ), (૧૬) કુતબુદ્દીન સાદીક ભગત (ઉ.વ.૧૨, બુરહાની સોસાયટી,દાહોદ), (૧૭) નફીસા હુસૈની ભગત (ઉ.વ.૬૫, બુરહાની સોસાયટી,દાહોદ), (૧૮) સુરેશચંદ્ર ગીરધારીલાલ અગ્રવાલ (ઉ.વ.૭૦, અગ્રવાલ સોસાયટી,દાહોદ) આમ, લોકો આજે કોરોના પોઝીટીવ આવ્યા હતા. ખાસ કરીને દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધતા દાહોદ નગરપાલિકા દ્વારા હાલ દાહોદ શહેરમાં ઠેર ઠેર, સોસયટીઓ, ગલી મહોલ્લામાં સેનેટરાઈઝીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: