દાહોદમાં હોટલ ત્રિભુવન ખાતે ખાનગી IMA અને આયુષ તબીબો માટે ટીબી રોગ અંગે આધુનિક સેવાઓ બાબતે સી.એમ.ઈ. બેઠક યોજાઈ
દાહોદ તા.૦૮
દાહોદ જીલ્લામાં ક્ષયના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ બાબતે માહિતી અને માર્ગદર્શન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને આયુષ તબીબ માટે ટીબી રોગ વિશેની અધ્યતન જાણકારી દાહોદના ખાનગી તબીબો સુધી પહોંચે તે માટે સી.એમ.ઇ. ની બેઠક દાહોદમાં આવેલ હોટલ ત્રિભુવન ખાતે કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન સમગ્ર દાહોદ જીલ્લામાં ટીબીની હાલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને તેમા સરકારશ્રીની વિવિધ સૂચનાઓ અન્વયે ટીબી રોગની સારવાર તેમજ નિદાનમાં ખાનગી તબીબો કઈ રીતે પોતાનું પ્રદાન કરી શકે તે માટે રાજ્ય કક્ષાએથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કન્સલ્ટન્ટ ડૉ. જયદીપ ઓઝાએ ડેઇલી રેજીમેન, જીન એક્સપર્ટ, CNBAAT, ટ્રુ નાટ અને બી. પાલ રેજીમેન વિષે અધ્યતન અને વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
ભારત સરકારશ્રી આરોગ્ય વિભાગના નોટિફિકેશનથી ખાનગી તબીબો દ્વારા તમામ ટીબીના દર્દીઓનું રજીસ્ટ્રેશન નિક્ષયમાં થાય તે માટેની વધુ જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત નિક્ષય મિત્ર બની દર્દીને દતક લઈ પોષણ અભિયાન વિષે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલના પ્રોફેસર ડો. કેયુર પટેલ દ્વારા MDR ટીબીની સારવાર, નિદાન ફોલોઅપ વિશે અધ્યતન અને વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતીતેમજ MDR ટીબીના દર્દીઓને થતી આડ અસરો વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ CME માં વર્ષ 2024 માં દર્દીઓના વધુ નોટિફિકેશન કરનાર 04 ખાનગી તબીબો ડૉ. નીતિન ગાંધી, ગાંધી ચિલ્ડ્રન હૉસ્પિટલ, અર્બન હોસ્પિટલ રળિયાતી, ડૉ. ઈઝહાર શેખ, ઈઝહાર ક્લીનીક, ડૉ નિલય દેસાઈ, શ્રીજી ક્લિનિક ને એપ્રીશિએશન સર્ટીફીકેટ અધિક જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ગીરવર બારિયાના હસ્તે આપવામાં આવ્યા હતા.
આ CME મા IMA પ્રમુખ ડૉ. ભરત શુક્લા IMA સેક્રેટરી, ડો. પ્રશાંત વસૈયા, જોઈન્ટ સેક્રેટરી, ડૉ. સારવ રાઠોડ, આયુષ પ્રમુખ ડૉ. નીલમ બામણ સહીતના ડૉ.શ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન લગભગ 120 જેટલા તબીબો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લે જીલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. આર. ડી. પહાડીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

