જાહેર જનતા એ નિયમાનુસાર વાહન ચલાવવા અને વાહનને લગતા તમામ દસ્તાવેજો અપડેટ કરાવી લેવા : દાહોદમાં આવનાર દિવસોમાં ટ્રાફિક ગુન્હાઓ સબબ મોટર વાહન ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે


દાહોદ તા.૦૯

જિલ્લા રોડ સેક્ટી કમિટી દાહોદની અખબાર યાદી જણાવે છે કે, માહે જાન્યુઆરી-૨૦૨૫ માં ૧૪૮૮૫ જેટલા નિયમ વિરૂધ્ધ ચાલતા મોટર વાહનને ચલણ ઇસ્યુ કરવામાં આવેલ હતા. જેમાં મુખ્યત્વે હેલ્મેટના 9322 અને ઓવરસ્પીડીંગના ૮૫૨ ચલણ બનાવેલ છે. હેલ્મેટ સિવાય દ્વિચક્રી વાહન ચાલકો ના ૧૦૦ થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

આ માસમાં હોળીનો તહેવાર હોઇ જિલ્લામાં વાહનોનું પરિવહન વધી જતું હોવાથી જાહેર જનતાને અગવડ ના પડે તે સબબ નિયમાનુસાર વાહન ચલાવવા અને વાહનને લગતા તમામ દસ્તાવેજો અપડેટ કરાવી લેવા જણાવવામાં આવે છે.

આવનાર દિવસોમાં ટ્રાફિક ગુન્હાઓ સબબ મોટર વાહન ડિટેઇન કરવાની કામગીરી આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવનાર છે આથી તમામ મોટર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા સભ્ય સચિવશ્રી જિલ્લા રોડ સેફટી કમિટી દાહોદ દ્વારા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!