ખાણીપીણી, મીઠાઈ-ફરસાણ તેમજ પ્રસાદી વેચતા એકમોમાં તપાસ હાથ ઘરી નમુનાઓ લેવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ

ફાગણ સુદ પુનમના દિવસે ખેડા જીલ્લાના ડાકોર મુકામે આવેલ શ્રીરણછોડરાયજીના મંદિર ખાતે હોળી-ધુળેટી નિમિતે ધાર્મીક લોકમેળાની ઉજવણીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે તા. ૧૩ માર્ચ ૨૦૨૫ હોળી અને તા. ૧૪ માર્ચ ૨૦૨૫ ધુળેટીનો તહેવાર છે. આ તહેવાર નિમીતે ડાકોર ખાતે આવેલ મીઠાઈ -ફરસાણની દુકાનો ખાતેથી જાહેર જનતા/શ્રધ્ધાળુઓને મિઠાઈ- ફરસાણ વગેરે ખાદ્ય પદાર્થો શુધ્ધ સાત્વિક – આરોગ્યપ્રદ મળી રહે તે હેતુથી ડાકોર ખાતે આવેલ તમામ મીઠાઈ-ફરસાણની દુકાનો/સ્ટોર્સ/હંગામી દુકાનો-ટેન્ટ/લારી-ગલ્લાઓ વગેરે તપાસણી-ચકાસણી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેની કામગીરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખેડા નડીઆદ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જીલ્લાના તમામ ફુડ સેફટી ઓફિસરો દ્વારા મેળા અગાઉથી તા. ૧ માર્ચ ૨૦૨૫ થી જ ડાકોર પોંહચવાના તમામ રૂટ પર આવતી હોટલ, રેસ્ટોરન્ટના તેમજ ખાણીપીણીના નાના-મોટા એકમોની તપાસ હાથ ધરેલ અને અત્યાર સુધી ૧૫ નમુનાઓ લેવામાં આવેલ છે. તેમજ ડાકોર શ્રી રણછોડરાય મંદીરના નજીકમાં આવેલ તમામ નાના મોટા મીઠાઈ -ફરસાણ તેમજ પ્રસાદી વેચતા એકમમોમાં તપાસ હાથ ધરી અત્યાર સુધી ૧૨ નમુનાઓ લેવામાં આવેલ છે. તેમજ તંત્રને ફુડ સેફટી ઓન વ્હિલ્સ વાન દ્વારા ઉપરોકત જણાવેલ એકમોમાં તળેલ તેલની તપાસ, મીઠાઈ, ફરસાણમાં ક્લરની તપાસ તેમજ ફુડ સેફટી અવેરનેશને કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આમ ઉપરોકત કામગીરી તા. ૧૪ માર્ચ ૨૦૨૫ સુધી રાત-દિવસ કરવામાં આવશે. ભગવાનશ્રી રણછોડરાયજીના દર્શને આવતા તમામ ભકતોને શુધ્ધ અને સાત્વીક આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે સઘન તપાસ ચાલુ રહેશે. અને આ તપાસમાં જે કોઇ ખાણીપીણીના ધંધાદારી બીનઆરોગ્યપ્રદ, વાસી, કે ઢાંકયા વગરનો ખોરાક વેચતા માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ ડેઝીગ્નેટડ ઓફીસર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નડીઆદની અખબારી યાદીમાં જણાવેલ છે.

