પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, દાહોદ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ
દાહોદ તા.૨૪
આવો, વિશ્વ ટીબી દિવસ નિમિતે આપણે ટીબીની માહિતી સમાજમાં આપીએ અને સરકાર તરફથી મળતી વિનામૂલ્યે નિદાન, સારવારની સેવાઓ માટે સમાજના માર્ગદર્શક બનીએ. દાહોદ જીલ્લાના પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જે અન્વયે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ઉદય ટીલાવતના અધ્યક્ષસ્થાને તથા જીલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ.આર. ડી. પહાડીયા, તબીબી અધિકારી ડૉ. અમરસિંગ ચૌહાણ અને બ્રહ્માકુમારીના ઉર્મિલા દીદીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વર્ષ 2024 ના વર્ષ દરમ્યાન રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે વર્ષ દરમ્યાન સારી કામગીરી કરવા બદલ દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા, ફતેપુરા , ધાનપુર અને ગરબાડા તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વજેલાવ, પાટીયા, દેગાવાડા તથા આયુષ્માન આરોગ્ય મંદિર AAM ભીંડોલ, નિંદકાપૂર્વ -2, કંજેટાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તેમજ કંથાગર 1, પરમારના ખાખરીયા, કંજેટા સબ સેન્ટરના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને વર્ષ 2024 દરમ્યાન NTEP અંતર્ગત સારી કામગીરી કરવા બદલ ઇનામ અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, મેડીકલ ઓફીસરશ્રી, CHO શ્રી, લેબ ટેક ફાર્માસિસ્ટ, MPHW આશા સહિત ક્ષય નિર્મૂલન કાર્યક્રમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

