મહેમદાવાદ તાલુકામા આવેલી મહી કેનાલમાં ડૂબી જવાથી બેનાં મોત નિપજ્યા
નરેશ ગનવાણી નડિયાદ

અમદાવાદના ઈસનપુર વિસ્તારના બે યુવકોનું મહેમદાવાદની મહી કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. મૃતક યુવકોની ઓળખ રોહિત સિતારામ તિવારી અને આલોક ઉદેસિંહ પટેલીયા તરીકે થઈ છે.
બંને મિત્રો મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામની સીમમાં આવેલી મહી કેનાલમાં ગરમીથી રાહત મેળવવા માટે તેઓ કેનાલમાં નાહવા પડ્યા હતા. જો કે, કેનાલના ઊંડા અને વહેતા પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ, મહેમદાવાદ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને યુવકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. મહેમદાવાદ પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
