સંજેલી તાલુકા પોલીસ મથકે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરાયું.
કેઅપીલ સાધુ સંજેલી
સંજેલી પોલીસ મથકે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી.
સંજેલી તાલુકા પોલીસ મથકે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ નું આયોજનકારવણ આવ્યું હતું. સંજેલી પોલીસ મથકે પીઆઇ કે. આર. રાવતની અધ્યક્ષતામાં મીટીંગ યોજાઇ હતી. જેમાં સંજેલી નગરના સર્વે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજેલી પોલીસ મથકે યોજાયેલ મિટિંગમાં આગામી રામનવમી સહિત ના ત્યોહારો અનુલક્ષીને આયોજનો બાબતે ચર્ચા કરવામાં આવી હતી .
સંજેલી ખાતે સર્વે સમાજ મળીને રહે છે. તેમ જ સંજેલી નગરમાં ઉજવાતા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય સર્વે સમાજ શાંતિથી રહે સર્વે સમાજના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવે તેમજ કાયદો અને વ્યવસ્થા ને ધ્યાનમાં રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ બાબતે ચર્ચા કરવામાં આવી હતી . આમ સંજેલી પોલીસ મથકે પોલીસ મથકના પીઆઇ કે. આર.રાવત ની અધ્યક્ષતામાં સંજેલી નગરના સર્વે સમાજના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું .( કપિલ સાધુ સંજેલી )
