બાળ લગ્નમુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ કઠલાલ તાલુકા પંચાયતમાં માં તાલુકા વિકાસ અધિકારીઓ ના અધ્યક્ષ સ્થાને તલાટી કમ મંત્રીઓ સાથે અખાત્રીજ મોટા પ્રમાણમાં લગ્ન સમારંભો /સમૂહ લગ્નો યોજતા હોય છે જેમાં અંગે બાળ લગ્ન અટકાવવા બાબતે મીટીંગ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો દરેક ગ્રામ પંચાયતોમાં તકેદારી રાખવા ચર્ચા કરવામાં આવી. ગ્રામ પંચાયત કક્ષાએ વિવિધ સામાજિક/જ્ઞાતિ આગેવાનો સાથે બાળ લગ્નથી સામાજિક અસરો વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવા ચર્ચા કરવામાં આવી આવી કોઈ ફરિયાદો ધ્યાને આવે તો વહીવટી તંત્રના જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ લગ્ન પ્રતિબંધક શ્ અધિકારીની કચેરી નડિયાદ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 મહિલા હેલ્પલાઇન 181 પોલીસ હેલ્પલાઇન 100 નજીકના પોલીસ સ્ટેશન સંપર્ક કરવા જણાવ્યું તથા બાળ લગ્ન અટકાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ ઝુંબેશ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા વિભાગ, નડિયાદ જિલ્લા ખેડા દ્વારા ચલાવવામાં આવી રહી છે. જે માહિતી મહેશ પટેલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નડિયાદ તથા સંદીપ પરમાર અધિક્ષક માતૃછાયા અનાથ આશ્રમ દ્વારા આપવામાં આવેલ જે કાયૅક્રમમાં કપડવંજ ખાતે બીપીન પરમાર તાલુકા વિકાસ અધિકારી કપડવંજ તથા કઠલાલ ખાતે જીગર પટણી તાલુકા વિકાસ અધિકારી તથા કરણ પરમાર કાઉન્સેલર શિવાની જોશી સમાજ સુરક્ષા સહાયક ઉપસ્થિત રહ્યા હતાં.

