ટેમ્પોમાં લઇ જવાતો રૂા.૩૩.૩૬ લાખનો દારૂ ખેડા પાસે ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ

ખેડાના નુર ફાર્મ જવાના રોડ પર ઉભા રહેલા ટેમ્પામાંથી પોલીસે રૂ ૩૩.૩૬ લાખનો વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી છે. પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા રાહુલભાઇ વ઼ડોદરાવાળાએ પકડાયેલા શખ્સને ગોવાથી વિદેશી દારૂ ટેમ્પામાં ભરી આપી ઠાસરાના વિસનગરમાં રહેતા બુટલેગરને પહોંચાડવાનો હતો. આ બનાવ અંગે ખેડા પોલીસે ફરિયાદ નોંધી છે.
ખેડા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે ખેડા બાગે મહેતાબ સોસાયટી ના નુર ફાર્મ જવાના રોડ પર બળીયાદેવના મહાદેવના મંદિર સામે રહેતા આશિફ વ્હોરા ટેમ્પામાં વિદેશી દારૂ લાવી તેના ઘર પાસે મૂક્યો છે.જે અન્વયે પોલીસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો તે સમયે એક શખ્સ ટેમ્પાની તાડપત્રી બાંધતો હતો.જે બાદ પોલીસે શકમંદ શખ્સની અટકાયત કરી ટેમ્પાની તલાસી લેતા પોલીસ કારણ કે આખો ટેમ્પો વિદેશી દારૂની પેટીઓ થી ભરેલો હતો. ત્યારબાદ પોલીસે અટકાયત કરેલ આશિફ વ્હોરાની પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે રાહુલભાઈ વડોદરાવાળાના કહેવાથી તે ગોવાથી ટેમ્પામાં વિદેશી દારૂ ભરીને આવ્યો હતો જે બાદ રાતના સમયે ઠાસરાના વિસનગરમાં રહેતા અરવિંદ ઉર્ફે ટીનો નામના બુટલેગરનો દારૂ પહોચાડવાનો રાહુલભાઈએ કહ્યો હતો.આ બનાવ અંગે પોલીસે 695 વિદેશી દારૂની પેટી કુલ રૂ ૩૩.૩૬ લાખ,ટેમ્પો ૧૮ લાખ,રોકડ રૂ ૧૧૮૦,મોબાઇલ રૂ ૧૫ હજાર મળી કુલ રૂ ૫૧.૫૨ લાખના મુદ્દામાલ સાથે આશિફ ઉર્ફે સદ્દામ ઇદ્રીશભાઇ વ્હોરાની અટકાયત કરી રાહુલભાઇ વડોદરાવાળા,ગોવા ખાતે વિદેશી દારૂ ભરી આપનાર રાહુલ અને વિદેશી દારૂ મગાવનાર અરવિંદ ઉર્ફે ટીનો અંબાલાલ ચાવડાને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધી છે.
