દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી તા. ૯ ઓગષ્ટના રોજ પૌરાણિક શિવમંદિર બાવકા ખાતે કરાશે

દાહોદ તા.૬
દાહોદ જિલ્લામાં ૭૧ માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પૌરાણિક શિવમંદિર, બાવકા ખાતે આગામી તા. ૯ ઓગષ્ટના રોજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ ઉજવણી નિમિત્તે ૩૫૦૦ જેટલા વિવિધ વૃક્ષોની વાવેતર કરીને બાવકા ખાતે નંદનવનના નિર્માણનો શુભારંભ કરાશે.
જિલ્લા કક્ષાના વનમહોત્સવના ઉદ્દધાટક તરીકે મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને મુખ્ય મહેમાન તરીકે શ્રી જશવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને સર્વે ધારાસભ્યશ્રીઓ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કેવડીયા જંગલ સફારીના નિયામક શ્રી રામ રતન નાલાની પણ આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક શ્રી આર.એમ. પરમાર દ્વારા શિવમંદિર, બાવકા ખાતે વિપુલ વનશ્રી ઊભી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!