કપડવંજ ખાતે નવીન એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

નડીયાદ એસ.ટી. વિભાગના કપડવંજ મુકામે રૂ.૬૦૬.૫૮ લાખના ખર્ચે, ૧૭,૪૭૨ ચો.મી. વિસ્તારમાં બાંધવામાં આવનાર આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા નવિન ડેપો-વર્કશોપમા એડમીન રૂમ, સ્ટોર રૂમ, ઈલેકટ્રીક રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, મીકેનીકલ રેસ્ટ રૂમ,  લોકર્સ રૂમ, સરકયુલેશન વિસ્તારમાં આર.સી.સી. ટ્રી-મીક્ષ ફલોરીંગ, ડેપો મેનેજર ઓફીસ સહિતની સગવડતા તથા સુવિધાઓ આપવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં નવા એસ.ટી. બસ સ્ટેશન, વર્કશોપ નિર્માણ અને વોલ્વો એર કન્ડિશન જેવી આધુનિક બસો દ્વારા પરિવહનની આરામદાઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કપડવંજ ખાતે બનાવવામાં આવનાર એસ.ટી. વર્કશોપ થી બસોની નિયમિત તેમજ પ્રિવેન્ટીવ મેન્ટેનન્સની કામગીરી થશે. જેનાથી કપડવંજ રૂટની બસ મુસાફરી વધુ અસરકારક બનશે એવો સંસદએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે એસ.ટી એ ગુજરાતની જીવાદોરી સમાન છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વૃદ્ધો અને દર્દીઓ એસ.ટી. બસોમાં નિયમિત અને કરકસરયુક્ત ખર્ચે સલામત મુસાફરી કરે છે. સાથે તહેવારો અને પ્રસંગો ઉપર પણ એસ.ટી. બસો દ્વારા મોટી સંખ્યામાં યાત્રાળુ પ્રવાસ કરતા હોય છે.
કાર્યક્રમમાં કપડવંજ ધારાસભ્ય  રાજેશ ઝાલા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ, એસ. ટી વિભાગીય નિયામક  સી.ડી. મહાજન, કપડવંજ  ડેપો મેનેજર એમ. એન. કલ્યાણી, નડિયાદ ડેપો મેનેજર  કિરીટ પરમાર, અગ્રણી  જયેશભાઈ પટેલ, નયનભાઈ પટેલ,  સેજલબેન બ્રહ્મભટ્ટ, એસટી વિભાગના કર્મચારીઓ, મહાજન યુનિયન અને મજદૂર યુનિયનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!