ફતેપુરા તાલુકામાંથી એક ૧૬ વર્ષિય સગીરાને પરણિત પુરૂષ પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા તાલુકામાં એક પરણિત પુરૂષ દ્વારા એક ૧૬ વર્ષિય સગીરાને લગ્નની લાલચે અપહરણ કરી લઈ નાસી જતાં પરિવારજનોમાં ચિંતાનો માહૌલ જાેવા મળી રહ્યો છે તો બીજી તરફ ફતેપુરાના સુખસર પંથકમાં સગીરા ઓના અપહરણ બનાવના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જાય છે. જે પૈકી કેટલાક કિસ્સાઓ પોલીસ રૂપે સમેટાઈ જતા હોય છે. સગીર કન્યાના અપહરણમાં સંડોવાતા આરોપીને કેદ સિવાય અન્ય કોઈ રસ્તો નહીં હોવા છતાં મોટાભાગે વિસ્તારમાં થતા અપહરણ કિસ્સાઓમાં ૧૪ થી ૧૭ વર્ષ સુધીની સગીર કન્યાઓના અપહરણ થઈ રહ્યા છે. અપહરણના બનતા તમામ કિસ્સાઓ પૈકી પુખ્ત તથા પરિણીત મહિલાઓના કહેવાતા અહરણ બનાવો ખૂબ જ ઓછા પ્રમાણમાં છે.
ફતેપુરા તાલુકાના સુખસર પંથકની નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક કિશોરી ગત તારીખ ૧/૪/૨૦૨૫ ના રોજ સાડા દસ વાગ્યાના અરસામાં શાળાએ ગયેલ હતી. તે દરમિયાન મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બાબરોલ ગામના લાંબડા ફળિયા ખાતે રહેતા અશ્વિનભાઈ નવીનભાઈ ગરાસીયાનાઓએ શાળાએ ગયેલી ૧૬ વર્ષ ૨૭ દિવસની સગીરાને સમજાવી પટાવી ફોસલાવી પોતાના ઘરમાં પત્ની તરીકે રાખવાના ઇરાદાથી અપહરણ કરી ગયેલ હોવાની જાણ સગીરાના પરિવારને થતા સગીરાના પરિવારના લોકો બાબરોલ ગામે અશ્વિન ગરાસિયાના ઘરે સગીરાની તપાસ કરવા જતા તેના ઘરને તાળું લાગેલું હતું. જ્યારે આસપાસમાં પૂછતા જાણવા મળેલ કે અશ્વિન ગરાસીયા અગાઉથી જ પરણીત છે. અને તેનો પરિવાર મોટાભાગે બહારગામ મજૂરી કામે રહે છે. છતાં આસપાસના લોકોને સગીરાના પરિવાર દ્વારા અશ્વિન ગરાસીયા સગીરાનો કબજાે પરત તેના પિતાને સોંપી દે તેમ પણ જણાવેલ. છતાં અપહરણ થયાના દસ દિવસ બાદ પણ સગીરાનો કબજાે નહી સોપતા આખરે અપહરણનો ભોગ બનેલી સગીરાના પિતાએ અશ્વિનભાઈ નવીનભાઈ ગરાસીયા રહે.બાબરોલ તા.સંતરામપુરની વિરુદ્ધમાં ફરિયાદ આપતા સુખસર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.