ઉનાળાની ગરમી માં જરૂરિયાતમંદોને ૧૫ હજાર ચંપલોનું વિતરણ કરાયું
નરેશ ગનવાણી નડિયાદ

વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધોમ ધગતી ગરમીમાં ઉધાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સર્વજીવ હિતાવહ ”ના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી ડો સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી ૧૫ હજાર ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું .
વડતાલ સંસ્થા દ્વારા અનેક વિધ સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે. શિયાળામાં દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળા માં આકાશ માંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકેને ગરમીથી રાહત માટે ૧૫ હજાર ઉપરાંત ચંપલજોડીનું વિતરણકરવામાં આવ્યું હતું
તારીખ ૧૩ એપ્રિલ રવિવાર ના રોજ વડતાલધામના ૨૦૦ ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ ( ચરોતર) ના જુદી જુદી ૪૫ રૂટો નક્કી કરી ૨૫૦ ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્રનારાયણોને ૧૫ હજાર ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર વિતરણ વ્યવસ્થા પૂ ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી તથા પુ શ્યામવલ્લભદાસજી સ્વામી ની પ્રેરણાથી કરવામાં આવી હતી .
