દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના ચાર બનાવોમાં મહિલા સહિત ૬ને ઈજા

દાહોદ તા.૧૫

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના ચાર અલગ અલગ બનાવોમાં મહિલા સહિત ૬ વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદના સાંપોઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૩મી એપ્રિલના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દાહોદના ચોસાલા ગામે ડુંગરી ફળિયામાં રહેતાં હેતલભાઈ તોફનભાઈ ભાભોરની મોટરસાઈકલને અડફેટમાં લેતાં હેતલભાઈ તથા તેમની સાથેના ચિરાગભાઈ કનુભાઈ સંગાડાને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતો. આ સંબંધે સુનિલભાઈ તોફાનભાઈ ભાભોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદના થાળા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી એપ્રિલના રોજ ઝાલોદના થાળા ગામે કાચલા ફળિયામાં રહેતાં મડીયાભાઈ હરસીંગભાઈ નિનામા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ઝાલોદના થાળા ગામે બસ સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મડીયાભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં મડીયાભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે રાકેશભાઈ ભાવસીંગભાઈ નિનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ લીમખેડાના કંબોઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૦મી માર્ચના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી લીમખેડાના જેકોટ ગામે જાદા ફળિયામાં રહેતાં ચિનિયાભાઈ રાકેશભાઈ મહીડાની મોટરસાઈકલને અડફેટમાં લેતાં ચિનિયાભાઈ તથા તેમની સાથેના સીવાનીબેનને શરીરે ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઈજાગ્રસ્ત ચિનિયાભાઈ રાકેશભાઈ મહીડાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ચોથો બનાવ દેવગઢ બારીઆના પીપલોદ ગામે સરકારી દવાખાના સામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૪મી માર્ચના રોજ દેવગઢ બારીઆના પીપલોદ ગામે રહેતો કિરણકુમાર ધિરસીંગભાઈ પટેલે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી અન્ય એક મોટરસાઈકલ આવી જતાં કિરણકુમારે અચાનક પોતાના કબજાની મોટરસાઈકલને બ્રેક મારતાં મોટરસાઈકલ પર સવાર દેવગઢ બારીઆના પીપલોદ ગામે માતાના વડ ફળિયામાં રહેતાં આરતભાઈ બળવંતભાઈ પુજારાને શરીરે ઈજાઓ પહોંચતાં તેમને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઈજાગ્રસ્ત આરતભાઈ બળવંતભાઈ પુજારાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!