કલેકટર યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને તેમજ પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સંકલન બેઠક યોજાઈ
દાહોદ તા.૧૯
પેન્ડીંગ અરજીઓ તેમજ કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અપાઈ સુચના
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને તેમજ પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓએ પોતાના વિભાગને લગતી આંકડાકીય માહિતી રજુ કરી હતી.
આ બેઠક દરમ્યાન પુરવઠા વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, નલ સે જલ યોજના હેઠળ થયેલ કામગીરી તેમજ બાકી રહેલ કામગીરી, પી.એમ.વિશ્વકર્મા યોજના, સ્વાગત કાર્યક્રમને લઈને આવેલ પેન્ડીંગ અરજીઓ, વિવિધ વિભાગો દરમ્યાન કરવામાં આવતી સોશિયલ મીડિયાને લગતી કામગીરી, આઈસીડીએસ વિભાગ તરફથી પોષણ પખવાડીયા ઉજવણી અંતર્ગત કરવામાં આવતી કામગીરી, જિલ્લા ટાસ્ક ફોર્સ, ઈ-સેવા સોસાયટી, સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો-બેટી પઢાવો તેમજ સ્વચ્છ ભારત મિશન જેવા લોકોપયોગી જનસેવાના કાર્યો અંગેની વિસ્તાર પૂર્વક આંકડાકીય માહિતી સાથે સમીક્ષા કરવામાં આવી હતી.
આ નિમિતે ઉનાળા ઋતુને ધ્યાને રાખીને હિટવેવ સંબંધિત જાણકારીનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય તેમજ લોકો હિટ સ્ટ્રોક ને જાણે, સમજે અને ગરમીથી બચવા જરૂરી પગલાં લે હિટવેવ સંબંધિત વહીવટી તંત્ર દ્વારા અપાયેલ સૂચનાઓનું નાગરીકો જાગૃત થાય તેમજ તેનું પાલન કરે તે માટેની કામગીરી હાથ ધરવા જણાવાયું હતું. એ સાથે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને પેન્ડીંગ અરજીઓ તેમજ સોપવામાં આવેલ કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સુચના આપી હતી.
આ બેઠક દરમ્યાન પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી.એમ.પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર, પ્રાંત અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રી નગરપાલિકા, નાયબ મામલતદારશ્રીઓ સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Good https://is.gd/tpjNyL