શ્રી સંતરામ મંદિર ખાતે જરૂરિયાત મંદો ને સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સંતરામ મંદિર નડિયાદ, જન સેવા એ જ પ્રભુ સેવા મા માને છે.જન સેવા અંતર્ગત પ્રતિ વર્ષ , નાત જાતના ભેદભાવ વગર જરૂરિયાત મંદોને સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાય છે ‌.
તે અંતર્ગત શ્રી સંતરામ મંદિર, નડિયાદ ખાતે શ્રી સંતરામ મંદિર નડિયાદ ના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજ ના વરદ હસ્તે , ત્યારબાદ પૂ. નિર્ગુણદાસજી મહારાજ ના હસ્તે સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો. મહારાજ શ્રી એ આ પ્રસંગે ઉપસ્થિત  સૌ લાભાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. જેમાં ૪૨ ત્રીપલ સાયકલ, ૩૫ સાયકલ કુલ ૭૭ જેટલી ત્રીપલ સાયકલ અને સાયકલો અર્પણ કરવામાં આવી. આ ઉપરાંત વર્ષ દરમિયાન વિહ્લલ ચેર , બગલ ઘોડી જેવા સાધનો પણ નિશુલ્ક આપવામાં આવે છે. આ સાધન સહાય દાતાઓના દાન અને સંતરામ મંદિર સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક આપવામાં  આવે છે.

One thought on “શ્રી સંતરામ મંદિર ખાતે જરૂરિયાત મંદો ને સાધન સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!