ફતેપુરાના મકવાણાના વરૂણા ગામે રાત્રે : મકાઈના રાડના પુળા સળગાવવાના મામલે હિચકારો શસ્ત્ર હુમલાથી વિસ્તારમાં ચકચાર મચી

દાહોદ તા.૨૩

મકાઈની સૂકી રાડના પુળા સળગતા જાેઈ જવાના મામલે ફતેપુરાના મકવાણાના વરુણા ગામે ગત રાતે બનેલ રાયોટીંગની ઘટનામાં એક વ્યક્તિને કેટલાક લોકોના સશસ્ત્ર ટોળાએ ઘર બાજુના એક ખેતરમાં લઈ જઈ ગડદાપાટુ તેમજ લાકડીઓ નો માર મારી તને જીવતો છોડવાનો નથી, તેમ કહી તલવારના ઘા મારી મોતને ઘાટ ઉતારતાં આ મામલે બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ કરાયાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લાના ફતેપુરાના મકવાણાના વરુણા ગામે રહેતા ચીમનભાઈ પુંજાભાઈ મકવાણા ના ઘર નજીક મંદિર પાસે રાત્રિના દસેક વાગ્યાના સુમાર મકાઈની સૂકી રાડના પૂળા સળગતા જાેવા મળતા ૧૯ વર્ષીય વિજયભાઈ ધીરાભાઈ મકવાણા તથા તેના પિતા ધીરાભાઈ મકવાણા ચીમનભાઈ ના ઘર તરફ ખેતરમાં જતા ચીમનભાઈ મકવાણા વિજયભાઈ તથા તેના પિતાને જાેઈ જતા મકાઈની રાડ ના પૂળા તમે સળગાવી દીધેલ છે તેમ કહી બેફામ બીભત્સ ગાળો બોલી , તારી પત્નીને મારી રાખવાની છે તારાથી થાય તે કરી લેજે તેમ ધીરાભાઈ મકવાણાને કહી ચીમનભાઈ પુંજાભાઈ મકવાણા, ધનજીભાઈ પુંજાભાઈ મકવાણા, મહેશભાઈ રમશુભાઈ મકવાણા, કાંતિભાઈ વાલસીંગભાઇ મકવાણા, દિનેશભાઈ રમશુભાઈ મકવાણા તથા તેમની સાથે બીજા કેટલાક માણસો પોતાનો સામાન્ય ઇરાદા પાર પાડવા મારક હથિયારો સાથે આવી ધીરાભાઈ મકવાણાને પકડીને ચીમનભાઈ મકવાણાના ઘર બાજુ ખેતરમાં લઈ જઈ ગડદાપાટુનો તથા લાકડીઓનો માર મારી કાંતિભાઈ વાલસીંગભાઇ મકવાણા તથા દિનેશભાઈ રમસુભાઈ મકવાણા હીરાભાઈ મકવાણાને પકડી રાખતા ચીમનભાઈ મકવાણાએ આજે તને જીવતો છોડવાનો નથી તેમ કહી તેના હાથમાંની તલવાર ધીરાભાઈ મકવાણાના માથામાં પાછળના ભાગે તથા બંને હાથો પર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ખૂન કરી નાસી ગયા હતા. આ સંબંધે મરણ જનાર ૪૦ વર્ષીય ધીરાભાઈ મકવાણાના પુત્ર વિજયભાઈ ધીરાભાઈ મકવાણાએ સર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે બી. એન. .એસ. કલમ ૧૦૩,૩(૫), ૧૮૯(૨), ૧૮૯(૪),૧૯૦(બી),૧૧૫ (૨) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ રાયોટીંગ તથા હત્યાની કોશિશનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત તમામ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે સામા પક્ષના ચીમનભાઈ પુંજાભાઈ મકવાણાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે મકવાણાન વરુણા ગામના સંજયભાઈ ભુરાભાઈ મકવાણા, વિજયભાઈ ધીરાભાઈ મકવાણા ધીરાભાઈ વરસીંગભાઇ મકવાણા અર્જુનભાઈ વરસીંગભાઇ મકવાણા તથા કરણભાઈ ધીરસીંગભાઇ મકવાણા વિરુદ્ધ બીએનએસ કલમ ૧૦૯(૧),૧ ૧૭ (૨), ૧૧૮( ૧),૧૧૫ (૨),૩૫૨,૩૫૧(૩),૫૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

One thought on “ફતેપુરાના મકવાણાના વરૂણા ગામે રાત્રે : મકાઈના રાડના પુળા સળગાવવાના મામલે હિચકારો શસ્ત્ર હુમલાથી વિસ્તારમાં ચકચાર મચી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!