કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો : કાયદા અને નીતિ નિયમોને સાથે રાખીને કામગીરી કરવા અપાઈ સુચના
દાહોદ તા.૨૪
લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દાહોદ જિલ્લાનો એપ્રિલ માસનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્ય્ક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરનાર ૪ અરજદારોએ પોતાના પ્રશ્નો કલેક્ટરશ્રી સમક્ષ રૂબરૂ રજુ કર્યા હતા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો તરફથી કુલ ૪ અરજીઓ કરવામાં આવી હતી. જેમાં અરજદારો દ્વારા નવીન આંગણવાડી બનાવવા, ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા, જમીન દબાણ તેમજ હેવી લાઈનને લઈને પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા.
જેમાંથી નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરી દેવામાં આવશે એમ કહ્યું હતું. ઉપરાંત ઉચ્ચતર પગાર ધોરણ જે – તે નિવૃત અધિકારીશ્રીને મળે તે માટેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. એ સાથે અન્ય અરજીઓને ધ્યાને રાખીને કાયદા અને નીતિ નિયમોને સાથે રાખીને કામગીરી કરવા સુચના આપી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદારશ્રી દેવેન્દ્ર મીણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ સહિત અન્ય સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

