દાહોદ શહેરમાં છોકરાને પકીડી લેવા મોકલવા મામલે થયેલ ઝઘડામાં પિતા-પુત્રએ એકને ફટકાર્યાે
દાહોદ તા.૦૩
દાહોદ શહેરમાં બીજાના છોકરાને પડીકી લેવા માટે મોકલવા મામલે થયેલ ઝઘડા તકરારમાં બે જેટલા ઈસમોએ એકને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે હજારીયા ફળિયામાં રહેતાં નીકીત રામુ મંડોર અને રામુભાઈ હુમલાભાઈ મંડોરે પોતાના વિસ્તારમાં રહેતાં રોહીતભાઈને જણાવેલ કે, તુ કેમ બીજાના છોકરાને પડીકીઓ લેવા મોકલે છે, તેમ કહી બેફામ ગાળો બોલતાં હતાં ત્યારે દીનેશભાઈ ઉર્ફે હીંગા છગનભાઈ અમલીયારે જણાવેલ કે, કેમ મારા છોકરાને ગાળો બોલો છો, તેમ કહેતાં નીકીત અને રામુભાઈ બંન્ને એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી દીનેશભાઈ ઉર્ફે હીંગાભાઈ અમલીયારને શરીરે ઈજાઓ પહોંચાડતાં આ સંબંદે મંજુબેન દીનેશભાઈ ઉર્ફે હીંગા છગનભાઈ આમલીયારે દાહોદ એ ડિવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

