દાહોદ જીલ્લામાં તમામ SDH, CHC, PHC, SC-AAM  ખાતે ૧૭ મેં વિશ્વ હાયપરટેન્શન દિવસ” ની ઉજવણી કરવામાં આવી

દાહોદ તા.૧૭

દાહોદ જીલ્લમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ  “૧૭ મેં વિશ્વ હાયપરટેન્શન દિવસ” ની ઉજવણી સમગ્ર દાહોદ જીલ્લામાં  કરવામાં આવે છે.” વિશ્વ હાયપરટેન્શન દિવસ”ની ઉજવણી નો મુખ્ય ઉદેશ્ય જન જાગૃતિ પ્રચાર-પસાર અને હાઈ બ્લડ પ્રેશર વિશે છેવાડાના ગામડા સુધીના વ્યક્તિઓને માહિતી મળી રહે તે હેતુસર દર વર્ષે ૧૭ મેના રોજ વિશ્વભરમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડે ઉજવવામાં આવે છે જેનો હેતુ લોકોમાં હાઈ બ્લડપ્રેશર પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેનું સમયસર નિદાન તેમજ નિયંત્રણનું મહત્ત્વ સમજાવવાનો છે. હાયપરટેન્શન (અથવા બ્લડ પ્રેશર વધવું) આજે સૌથી સામાન્ય છતાં ગંભીર રોગોમાંથી એક છે. વિશ્વભરમાં લાખો લોકો આ રોગથી પીડાઈ રહ્યા છે અને તે હ્રદયરોગ, સ્ટ્રોક અને કિડની ફેઇલ્યુરના મુખ્ય કારણો પૈકી એક છે.
હાયપરટેન્શનનો સમયસર બ્લડ  પ્રેશર ન માપવાથી તેનું જોખમ વધી શકે છે. યોગ્ય જીવનશૈલી, વ્યવસ્થિત આહાર, વ્યાયામ અને નિયમિત ચકાસણી દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. સરકાર અને આરોગ્ય વિભાગ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ અભિયાન ચલાવી રહ્યા છે.
લોકોને વિનંતી છે કે તેઓ નિયમિત રીતે બ્લડ પ્રેશરની તપાસ કરાવે અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે આજરોજ  દાહોદ જિલ્લા ના તમામ આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતે “વિશ્વ હાયપર ટેન્શન  દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે એન. સી. ડી સ્ક્રીનિંગ કેમ્પ, યોગા સેશન, IEC વગેરે  એક્ટિવિટી કરવામાં આવી હતી.
આમ આજ રોજ દાહોદ જીલ્લમાં કુલ ૩૩૨૯ લોકોની બ્લડપ્રેશરની અને ડાયાબીટીસ ની  તપાસ કરવામાં આવી હતી જેમા ૧૬૮ નવા  બ્લડપ્રેશરના અને ૧૩૯ ડાયાબીટીસના નવા દર્દીઓ મળી આવ્યા હતા. તમામ નવા દર્દીઓને યોગ્ય કાઉસેલીંગ કરી સારવાર પર મુકવામાં આવ્યા  આમ સામન્ય માણસે દર ૬ મહીને બ્લડપ્રેશર ની તપાસ કરાવવી જોઈએ.

One thought on “દાહોદ જીલ્લામાં તમામ SDH, CHC, PHC, SC-AAM  ખાતે ૧૭ મેં વિશ્વ હાયપરટેન્શન દિવસ” ની ઉજવણી કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!