આજરોજ તારીખ 18-05-2025 રવિવારના રોજ સવારે 11 વાગે એક વહીવટી મીટિંગ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 26-05-2025 સોમવારના રોજ દાહોદ ખાતે 900 હોર્સ પાવરના રેલ્વે એન્જિનનુ લોકાર્પણ કાર્યક્રમમાં આવનાર હોય તેના આયોજનને પહોંચી વળવા માટે પ્રાંત અધિકારી અજય ભાટીયા તેમજ ધારાસભ્ય મહેશ ભૂરીયાની આગેવાની હેઠળ તાલુકા કક્ષાના આધિકારીઓની એક મીટિંગ પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી.
ઝાલોદ તાલુકામાંથી અંદાજીત 25000 થી વધુ લોકો દાહોદ ખાતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સ્વયંભૂ ઉપસ્થિત રહેનાર છે તે વ્યવસ્થાને પહોંચી વળવા માટે એક વહીવટી મીટિંગ યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં હાજર રહેનાર તમામ લોકો માટે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે બસ વ્યવસ્થા, બસમાં આવનાર વ્યક્તિઓ માટે પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા, બસ ની અંદર પોલિસ સ્ટાફ અને તબીબી સારવાર માટે દવા તેમજ ઓઆરએસ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આજની વહીવટી મીટિંગમા પ્રાંત અધિકારી અજય ભાટિયા, ધારાસભ્ય મહેશ ભૂરીયા, મામલતદાર પરમાર, ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ તેમજ તાલુકા લેવલના તમામ અધિકારીઓ , નગરપાલિકાના કાઉન્સિલરો સરપંચો, જિલ્લા પંચાયત સભ્ય ,તાલુકા પંચાયત સભ્યો તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
Post Views:
107