દાહોદ તાલુકામાં વગર પરીક્ષાએ આર્મીમાં નોકરી મેળવવાની લાલચમાં મુવાલિયા ગામના યુવકે ૬.૮૮ લાખ ગુમાવ્યા

દાહોદ તા.૨૯

દાહોદ તાલુકામાં છેતરપીંડીના બનાવો સમયાંતરે બનતા રહે છે. ગઈકાલે દાહોદના યુવાને ફોરેક્સ ટ્રેડીંગમાં લાખ્ખો ગુમાવ્યાનો સમાચારો લખાયા તોહાલમાં મુવાલીયાના યુવકે આર્મીમાં નોકરીની લાલચમાં ઠગાયો હોવાનું જોવા મળી રહ્યું છે. પરીક્ષા આપ્યા વગર આર્મીમાં નોકરી આપવાની લાલચ આપી ત્રણ જેટલા સાયબર ઠગોએ દાહોદના મુવાલિયા ગામના પ્રાઇવેટ નોકરી કરતા એક યુવક પાસે ખંખરી પેનંબરમાં અલગ-અલગ તારીખે કુલ મળી રૂપિયા ૬,૮૮,૦૦૦/-ટ્રાન્સફર કરાવી આર્મીમાં નોકરી નહીં આપી યુવક સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કર્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

જીગર ઠાકોર, સીઈઓ રાણા સર તથા અન્ય એક ઈસમે દાહોદ તાલુકાના મુવાલિયા ગામના ચોરા ફળિયામાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરી રહેલા ૩૩ વર્ષીય સાયમલભાઈ ખીમજીભાઈ ભુરીયાને તારીખ૧૦-૬-૨૦૨૩થી તારીખ ૨૫-૧-૨૦૨૪ દરમિયાન આર્મીમાં કોઈપણ પરીક્ષા આપ્યા વગર નોકરી આપવાની લાલચ આપી તે ત્રણેય જણાય પાત્રગ્રી પે નંબર ૮૨૦૦૪૭૦૪૮૯ માં અલગ અલગ તારીખ કુલ રૂપિયા ૬,૮૮,૦૦૦/-(છ લાખ અઠીયાસી હજાર) ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ નિર્ધારિત તારીખ સુધીમાં આર્મીમાં કોઈ નોકરી ન અપાવતા સાયમલભાઈ ભુરીયાએ અવારનવાર નોકરી માટે ફોન પર ઉપરોક્ત ત્રણેય જણાનો સંપર્ક કરતા સામેથી કોઈ પ્રત્યુતર ન મળતા સાયમલભાઈને પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાયાનું જણાઈ આવતા તેઓએ દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦,૪૧૯ તથા આઇટી એકટ કલમ ૬૬(સી), (ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે ત્રણેયની ધારપકડના ચક્રો ગતિમાન કર્યાનું જાણવા મળ્યું છે.

One thought on “દાહોદ તાલુકામાં વગર પરીક્ષાએ આર્મીમાં નોકરી મેળવવાની લાલચમાં મુવાલિયા ગામના યુવકે ૬.૮૮ લાખ ગુમાવ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!