ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ સભા યોજાઈ


દાહોદ તા.૧૧

ભારત સરકાર દેશના આદિજાતિ સમુદાયોના સર્વાંગી વિકાસ તેમજ સશકિતકરણ માટે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન લોન્ચ કરવામાં આવેલ છે.

આ અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ રાજ્ય સરકારના વિવિઘ ૧૩ વિભાગો સાથે સંકલન સાધીને ગુજરાત રાજયના ર૧ જિલ્લાઓના ૧૦૨ તાલુકાઓના ૪૨૬૫ ગામોના ૬૬, ૦૫, ૯૧૨ આદિજાતિ લોકોને લાભાન્વિત કરવામાં આવશે.

જે ૫ૈૈૈકી દાહોદ જિલ્લાના ૯ તાલુકાના ૫૧૨ ગામોના ૧૪,૪૩,૯૦૦ આદિજાતિ લોકોને લાભાન્વિત કરવાના ઉદ્દેશથી દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામ સભા યોજવામાં આવી હતી. જેમાં ગ્રામ જનોને આ અભિયાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ અભિયાનને સફળ બનાવવા માટે ૧૫ જુન ૨૦૨૫ થી ૩૦ જુન ૨૦૨૫ દરમ્યાન સુધી વિવિધ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!