દાહોદ એલસીબી પોલીસે રૂપિયા ૨.૮૪ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ક્રેટા ગાડી પકડી પાડી.
દાહોદના કાળીતલાઈ ગામે ઇન્દોર થી ગોધરા તરફ જતા નેશનલ હાઈવે પર
દાહોદ એલસીબી પોલીસે રૂપિયા ૨.૮૪ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ક્રેટા ગાડી પકડી
ગત સાંજે પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ એલસીબી પોલીસે કાળી તલાઈ ગામે ઇન્દોરથી ગોધરા તરફ જતા નેશનલ હાઇવે પર ગોઠવેલ વોચ દરમિયાન રૂપિયા ૨.૮૪ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ-૪૩ સાથે ક્રેટા ફોરવિલ ગાડી પકડી પાડી, રૂપિયા દસ લાખની કિંમતની ક્રેટા ગાડી તેમજ ₹૫૦૦૦/- ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૨,૮૯,૮૮૦/-ના મુદ્દામાલ સાથે ક્રેટા ગાડીના ચાલકની અટકાયત કર્યાનું તેમજ તેની સાથેનો ઈસમ મોકો જોઈ પોલીસને ચકમો આપી નાસી ગયાનું સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એલસીબીની ટીમ ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના સુમારે ઇન્દોરથી ગોધરા તરફ જતા નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઝીરણ ગામના ભજરાભાઈ ડામોર નામના વ્યક્તિના ઝીરણ ગામે આવેલા વિદેશી દારૂના ઠેકા પરથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો ભરી ક્રેટા ફોરવીલ ગાડી ગોધરા તરફ જવા નીકળેલ હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે દાહોદ એલસીબી પોલીસની ટીમે સાંજે પાંચેક વાગ્યા બાદ દાહોદ તાલુકાના કાળી તલાઈ ગામે ઇન્દોરથી ગોધરા તરફ જતા નેશનલ હાઈવે પર જરૂરી વોચ ગોઠવી હતી, તે દરમિયાન મોડી સાંજના સાતેક વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ જીજે ૦૧કે ડબલ્યુ-૮૪૯૫ નંબર વાળી ક્રેટા ફોરવિલ ગાડી અને તેની આગળ splendor બાઈક પર creta ગાડીનું પાયલોટિંગ કરી રહેલા બે જણા દૂરથી આવતા જોવા મળતા વોચમાં ઉભેલ દાહોદ એલસીબી પોલીસ સાબદી બની હતી. અને નજીક આવતા જ પાયલોટિંગ કરી રહેલા બે જણા પોતાની બાઈક લઇ ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસે creta ગાડીને હાથનો ઇશારો કરી ઉભી રખાડતા creta ગાડીમાં ચાલક સાથે બેઠેલ અલીરાજપુર જિલ્લાના માલપુર ગામનો કૈલેશભાઈ અમીનભાઈ બઘેલ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો જ્યારે પોલીસે creta ગાડીના ચાલક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાલીયાવાવ ગામના લોહાર ફળિયામાં રહેતા ૩૦ વર્ષીય ભગવાનસિંહ મકનાભાઈ બામણીયા ની અટકાયત કરી creta ગાડીની તલાસી લઈ ગાડીમાંથી પોલીસે રૂપિયા ૨,૮૪,૮૮૦/-ની કુલ કિંમતની વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ-૪૩ માં ભરેલ કુલ બોટલ નંગ- ૧૨૭૨ પકડી પાડી ઝડપાયેલ ચાલક ભગવાન સિંહ બામણીયા પાસેથી રૂપિયા ૫૦૦૦/-ની કિંમતનો એક મોબાઇલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાય રૂપિયા ૧૦ લાખની કિંમતની ક્રેટા ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૧૨,૮૯,૮૮૦/-નો મુદ્દામાલ કબજે લઈ પૂછપરછ કરતા સદર વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના માલપુર ગામના વાંકલા ફળિયામાં રહેતા વિલેશભાઈ રાયલાભાઈ બઘેલ તથા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાળીયાવાવ ગામના રમણભાઈ મકનાભાઈ બામણીયાએ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઝીરણ ગામના ભજરા ભાઈ ડામોરના વિદેશી દારૂના ઠેકા પરથી સદર દારૂ બિયરનો જથ્થો ક્રેટા ગાડીમાં ભરાવી ગોધરા તરફ આપવા મોકલ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી દાહોદ એલસીબી પોલીસે આ મામલે creta ગાડી ના ચાલક કાલીયા વાવ ગામના ભગવાનસિંહ મકનાભાઈ બામણીયા, ક્રેટા ગાડીનું બાઈક પર પાયલોટીંગ કરનાર માલપુર ગામના વિલેશભાઈ રાયલાભાઈ બઘેલ, તથા કાલિયાવાવ ગામના રમણભાઈ મકનાભાઈ બામણીયા, ચાલકની સાથે ગાડીમાં બેઠેલ મધ્ય પ્રદેશના માલપુર ગામના કૈલેષભાઈ અમીનભાઇ બઘેલ તેમજ creta ગાડીમાં દારૂ ભરી આપનાર જીર્ણ ગામના ભજરાભાઈ ડામોર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.