ફતેપુરા કોર્ટના કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા કોર્ટના કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ ફતેપુરા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ફતેપુરા કોર્ટના ન્યાયાધીશ સાહેબ શ્રી આઈ.કે પઠાણ સાહેબ તથા રજિસ્ટ્રાર શ્રી જે સી પટેલ સાહેબ લીગલ આસિસ્ટન્ટ શ્રી ચિરાગ પારગી તથા કોર્ટનો તમામ સ્ટાફ અને ફતેપુરા બારના વકીલ મિત્રો સહિત તમામ દ્વારા કોર્ટના કેમ્પસ ખાતે સવારે વિશ્વ પિતા સૂર્યનારાયણના પ્રકૃતિ સાનિધ્ય યોગ શિબિર યોજવામાં આવેલ હતી રજીસ્ટ્રાર સાહેબ શ્રી ના એ તમામ જીવનમાં યોગનું મહત્વ સમજે તથા યોગ સાથે નિરોગી રહે આવનાર સમયમાં એક સ્વસ્થ નાગરિક સ્વસ્થ ભારત નો સંકલ્પ સાથે સિદ્ધ થાય તે ભાવના સાથે તમામને યોગ દિવસ નિમિત્તે વક્તવ્ય આપી લોકજાગૃતિ કાર્ય કરેલ હતું

