ધાનપુરના કાલીયાવડ ગામેથી ૧૨ વર્ષિય સગીરાનું અપહરણ કરી જતો અજાણ્યો યુવક
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલીયાવડ ગામેથી એક ૧૨ વર્ષિય સગીરાને અજાણ્યા યુવકે પટાવી, ફોસલાવી અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૮મી જુનના રોજ ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૨ વર્ષિય સગીરા પોતાના ઘરની બહાર કપડા ધોવા માટે ગઈ હતી. આ દરમ્યાન સગીરાના પરિવાજનો જમી રહ્યાં હતાં. તેવા સમયે એક અજાણ્યા યુવકે સગીરાને પટાવી, ફોસલાવી જબદસ્સ્તીથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

