દાહોદ શહેરમાં વોર્ડ નંબર ૨ના કાઉન્સીલર અને માજી નગર પાલિકા પ્રમુખ રાજેશભાઈ સહેતાઈએ રાજીનામું આપી દેતાં શહેરભરમાં અનેક ચર્ચાઓ
દાહોદ તા.૦૭
દાહોદ નગરપાલિકાના વોર્ડ નં. ૨ ના કાઉન્સિલર અને માજી નગર પાલિકા પ્રમુખે રાજીનામું મુકી દેતા પાલિકા શહેર સહિત જિલ્લાના રાજકારણમાં ચકચાર મચી છે. વોર્ડ નં. ૨ ના કાઉન્સિલરે પોતાનું રાજીનામું રાજ્યનાં મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશ્નરને મોકલ્યું છે.
દાહોદ નગરપાલિકા પાછલા કેટલાંક દિવસોથી ચર્ચાની એરણે છે પાછલા ૧૪માસથી ચેરમેનોની નિયુક્તિ કરાઈ ન હતી. અને આવનાર ૧૦ જુલાઈ ના રોજ ચેરમેનોની વરણી માટે પાલિકાની સામાન્ય સભા યોજાનાર છે. તે પુર્વે આજે તા.૭ ના રોજ વોર્ડ નં.૨ ના કાઉન્સિલર અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજેશભાઈ સહેતાઈએ રાજ્યના નગરપાલિકા પ્રાદેશિક કમિશ્રરને કાઉન્સિલર પદેથી રાજીનામું આપતો પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે, માં ભારતીને નમન વંદન સાથે જણાવવાનું કે, છેલ્લા કેટલાંક સમયથી અમારી નગરપાલિકા ના વહીવટ તેમજ નગરપાલિકાની જવાબદારીઓ પ્રત્યે અમારી શક્તિ અને ભક્તિમાં ખુબ જ અભાવ રહેલો છે હોય એવા પ્રકારની લાગણી મનમાં સતત મુંઝવણ ઉભી કરતી હોવાનો આભાસ લાગી રહ્યો છે. ત્યારે બાકીના ૨૨૫ દિવસની નગરપાલિકાની જવાબદારી નિભાવવા હું પોતે અસક્ષમ હોઈ હું રાજેશ આસનદાસ સહેતાઈ વોર્ડ નં. ૨ દાહોદ નગરપાલિકાના સુધરાઈ સદસ્ય પદથી રાજીનામું આપું છું. રાજેશ સહેતાઈ એ આ રાજીનામું આપતા શહેર સહિત જિલ્લા અને પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. રાજેશભાઈ સાથે ટેલિફોનીક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સુધરાઈ સદસ્ય તરીકે હું કામ ને ન્યાય નથી આપી શક્તો તેથી મારુ મન કહે છે કે, મારે રાજીનામું આપવું જાેઇએ. તેથી મેં રાજીનામું આપ્યું છે માજી પાલિકા પ્રમુખે કાઉન્સિલર પદેથી રાજીનામું આપી દેતા આવનારા દિવસોમાં જિલ્લાના અને નગરપાલિકાના રાજકારણમાં આની નોંધ ેકેવી લેવાય છે તે જાેવું રહ્યું.

